શેઢાના પાળાના મુદ્દે હુમલાના કેસમાં જામીન મંજુર

જામનગર તા. ૧૯ઃ જામજોધપુર તાલુકાના જામવાડી ગામના ભીખાભાઈ નાથાભાઈને ખેતરના પાળા બાબતે શાંતિલાલ મોહનલાલ રામોલિયા, વિનોદ મોહનલાલ સાથે ઝઘડો થયા પછી ઉપરોક્ત બન્ને શખ્સોએ ભીખાભાઈને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ થઈ હતી. પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓએ જામીન મુક્ત થવા જામનગરની સ્પે. એટ્રોસિટી કોર્ટમાં અરજી કરતા અદાલતે બન્નેના જામીન મંજુર રાખ્યા છે. આરોપી તરફથી વકીલ અજય પટેલ, રાકેશ પટેલ રોકાયા છે.

close
Ank Bandh
close
PPE Kit