Advertisement
Author: નોબત સમાચાર

અમદાવાદમાં દુષિત પાણી પીતા ૭૦૦ને ઝાડા-ઉલટીઃ ૫૦ દર્દીઓ હોસ્પિટલમાં

તંત્રે પહેલા 'સબ સલામત' ની રેકોર્ડ વગાડીઃ હકીકતે પીવાના પાણીમાં ગટરનંુ પાણી ભળી ગયુ હતંુ !

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૩: અમદાવાદના આકાંક્ષા એપાર્ટમેન્ટમાં દુષિત જળ વિતરણ થતા ૭૦૦ લોકોને ઝાડા-ઉલટી થતા મેડિકલ ટીમો દોડી હતી, અને ૫૦ દર્દીઓને તત્કાલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મેયરે સ્થળ પર દોડી જઈને ડેમેજ કંટ્રોલનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોર્પોરેટરો, નેતાઓ અને તંત્ર સામે જનાક્રોશ જોવા મળી રહ્યા હતા. તંત્રની લાપરવાહી સામે સવાલો ઉઠયા છે.

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં અને ગોતા વોર્ડમાં આવતા આકાંક્ષા એપાર્ટમેન્ટમાં દુષિત પાણીના કારણે એક સાથે ૭૦૦થી વધુ ઝાડા-ઉલટીના કેસો સામે આવતાં લોકોમાં રોષ ફેલાયો છે. આસપાસની ખાનગી હોસ્પિટલમાં ૫૦ જેટલા લોકો દાખલ છે.

મળતી વિગતો મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનનું પીવાનું પાણી અને ગટરનું પાણી મિકસ થતા લોકો હેરાન પરેશાન થયા છે અને રોગચાળો ફાટી નીકળ્યો હતો. જેને લઈ મહાનગરપાલિકાના મેયર હિતેશ બારોટ પણ આકાંક્ષા ફલેટે દોડી આવ્યા હતાં. તેમણે સ્થાનિકો સાથે પણ વાતચીત કરીને સમસ્યાનું ઝડપી નિરાકરણ લાવવા માટે તંત્રને દોડાવીને ડેમેજ કંટ્રોલનો પ્રયાસ કર્યો હતો.

ગોતા વોર્ડમાં આવેલા આકાંક્ષા એપાર્ટમેન્ટમાં શુક્રવારથી પીવાના પાણી મિકસ થવાના કારણે રોગચાળો ફેલાયો છે. ચાર દિવસથી લોકો બીમાર છે છતાં પણ કોઈ અધિકારી કે નેતા જોવા માટે આવ્યા નથી અમારે બહારથી પાણીના બાટલા મંગાવીને લાવવા પડે છે, તેવો જનાક્રોશ સાંભળવા મળી રહ્યો છે.

આકાંક્ષા ફ્લેટના સેક્રેટરી સનદભાઈએ જણાવ્યું હતું કે, હું આખી ઘટનાની શરૂઆત શુક્રવારથી ચાલુ થયેલી છે.શુક્રવારે સોસાયટીમાં રહીશોએ કમ્પ્લેન કરી હતી, સોસાયટી ઓફિસમાં ચેરમેન-સેક્રેટરીને કે પાણીમાં કંઈક ગડબડ છે. ચેરમેન-સેક્રેટરી પાણી ચેકિંગ કરવા માટે ગયા અને વાત સાચી નીકળી કે ગટરનું પાણી મિક્સ થયેલું છે. તાત્કાલિક ચેરમેન-સેક્રેટરીએ પાણી પુરવઠા વિભાગમાં જાણ કરી. પાણી પુરવઠા વિભાગવાળાએ કીધું કે પાણી બધું ઓલરાઇટ છે, કોઈ કમ્પ્લેન નથી; શનિવારે સવારે અમને જાણ કરવામાં આવી કે બધું ઓલરાઇટ છે. શનિવારે બપોરે અમે એએમસીને જાણ કરી, એએમસીએ કીધું કે બધું ઓલરાઇટ છે, ક્યાંય કમ્પ્લેન નથી. રાત દરમિયાન અમને ખ્યાલ પડ્યો કે જનતાનગર પાસે કોઈ ભંગાણ પડેલું છે અને ત્યાં આગળ પાણી મિક્સિંગ થયેલું છે. નર્મદાનું પાણી અને ગટરનું પાણી. તેની જાણ કરવામાં આવે છે.

વધુમાં સનદભાઈ કેસુરે મીડિયાને જણાવ્યું હતું કે, શનિવારે અમે જાણ કરીએ છીએ ત્યાં સુધી કોઈ એક્શન લેવાતી નથી, સાઇટ ઉપર કોઈ એએમસીના અધિકારી નથી. પણ જેવી અમે જાણ કરીએ છીએ, ત્યાર પછી રાત દરમિયાન ૧૨થી ૧ની વચ્ચે હજુ બી કામ ચાલે છે અને સવારમાં લગભગ ૩ વાગ્યે એ કામનું કમ્પ્લીશન થાય છે. રવિવાર સવારે જાણ કરવામાં આવે છે કે કામ પૂરું થયું છે, તેમ છતાં જે પાણી આવે છે સોસાયટીની અંદર રવિવારે, એમાં બી દુર્ગંધ આવતી હોય છે.

આકાંક્ષા એપાર્ટમેન્ટમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની મેડિકલ ટીમ બોલાવવામાં આવી હતી. ફ્લેટમાં રહેતા સ્થાનિક રહીશોની તપાસ કરવામાં આવી રહી હતી. ૪ થી ૫ ડોક્ટરોની ટીમ બોલાવી અને અત્યારે  તમામ સ્થાનિક રહીશોની તપાસ કરવામાં આવી હતી.

કનુભાઈ પટેલ નામના સ્થાનિકે જણાવ્યું હતું કે, અમારે ૭૦૦ લોકો અહીંયા બીમાર પડ્યા છે.જનતાનગર પાસે પાણીના લીકેજની કામગીરી દરમિયાન ગટર અને પીવાનું પાણી મિક્સ થઈ ગયું છે.જેના કારણે રોગચાળો ફેલાયો છે.બહારથી અમે પાણી મંગાવીએ છીએ અને થોડા દિવસ પહેલા એક બેન આવ્યા હતા એ પણ માત્ર પાણીનું એક ટેન્કર આપવાનું કહી અને જતા રહૃાા હતા.કોઈપણ જવાબદારી ન હોય તેમ ચાર કોર્પોરેટરો છે છતાં પણ અહીંયા આવ્યા નથી.

આથી કોર્પોરેટરો, નેતાઓ અને સંબંધિત અધિકારીઓ પ્રત્યે પ્રચંડ જનાક્રોશ જોવા મળી રહ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh