Advertisement
Author: નોબત સમાચાર

પેટ્રોલ-ડીઝલના ભાવો વધવાની અફવા ઉડતા દ્વારકા જિલ્લામાં ૧૫ પેટ્રોલ પંપોમાં પુરવઠો ખલાસ

પેટ્રોલ-ડીઝલની તંગીની ભાણવડથી ઉડેલી વાતો ખંભાળીયા-કલ્યાણપુરથી દ્વારકા પહોંચીઃ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૬: દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાંથી થોડા સમય પહેલા બે પેટ્રોલ પંપમાં ડીઝલ, પેટ્રોલ ખતમ થતાં તંગીની અફવા સમગ્ર રાજ્યમાં ફેલાઈ હતી જે કંટ્રોલ કરવામાં તંત્રને દિવસો લાગ્યા હતા, તે પછી ફરી સમગ્ર રાજ્યમાં માત્ર દ્વારકા જિલ્લામાં અફવા ઉડતા ભારે ચર્ચા જાગી હતી.

દ્વારકા જિલ્લામાં કોઈએ અફવા ફેલાવી કે ડીઝલ પેટ્રોલમાં ૧૫/૨૦ રૂપિયા લીટરે વધવાના છે !! અફવાને તો હાથપગ ના હોય, ભાણવડ પંથકમાંથી ચાલુ થયેલ આ અફવા ખંભાળીયા, કલ્યાણપુર થઈ દ્વારકા પહોંચી આખો જિલ્લો કવર થઈ ગયો અને પેટ્રોલ પંપો પર ટ્રેકટરોમાં બેરલ લઈને મોટા ટ્રક, ડમ્પરવાળા ટાંકી ફૂલ કરાવવા, તો ટુ-વ્હીલરવાળા પણ જેટલો ફાયદો થયો તેમ માનીને ઉમટતા પેટ્રોલ પંપ પર કતારો લાગતા સવારે બે પંપ ખાલી જેવા હતા તે સાંજે પંદર ખાલી થઈ ગયા અને દ્વારકા વિસ્તારમાં ૫૦૦ નું જ પેટ્રોલ ડીઝલ ચાલુ કરતા બાહારગામથી આવતા યાત્રિકો વાહનો સાથે મુશ્કેલીમાં મુકાયા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પુરવઠા અધિકારી ક્રિષ્ના સોલંકી દ્વારા જણાવાયુ હતું કે પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તથા હાલ ભાવ વધારા અંગે કોઈ જાહેરાત ના હોય, અફવાઓમાં ના ભરમાવા અને ખોટી મોટી ભીડ પંપો પર ના કરવા અનુરોધ કર્યો હતો.

મોટા પ્રમાણમાં માંગ નીકળતા પંપો પરનું ડીઝલ-પેટ્રોલ ખાલી થઈ જતાં તથા ઉપરથી નિયમ મુજબ માલ આવતા ખાલી પંપોએ લોકોની શંકા ઘેરી કરતા હજુ પણ લોકોની ભીડ ચાલુ છે તો પુરવઠા તંત્ર દ્વારા એલ.સી.બી. અને એસ.ઓ.જી.ની મદદથી આવી અફવા ફેલાવનારાઓને શોધવા પણ પ્રયાસો શરૂ કર્યા છે !!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh