માર્કેટ સ્કેન

નિફ્ટી ફયુચર ૧૫૦૦૮ પોઈન્ટ મહત્ત્વની સપાટી...!!!

સેન્સેક્સ ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૯૭૪૬.૨૧ સામે ૪૯૮૮૫.૨૬  પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૯૪૯૯.૯૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત  શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ ૪૦૬.૯૨ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય  શેરબજારનો સેન્સેક્સ ૯૫.૬૮ પોઈન્ટના ઉછાળા સાથે ૪૯૮૪૧.૮૯ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ  ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૯૨૪.૪૦ સામે ૧૪૯૦૧.૧૦  પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૮૫૨.૨૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત  શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ ૧૧૫.૨૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી  ફ્યુચર ૨૪.૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૯૪૮.૪૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં..!!!

એમસીએક્સ ગોલ્ડ ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુન ગોલ્ડ રૂ.૪૬૭૬૬ ના મથાળેથી ખુલીને રૂ.૪૬૮૮૭ પોઈન્ટના  ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૬૭૪૧ ના નીચા મથાળે નોંધાવી ૪૮ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૪૬૭૯૦  આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે મે સિલ્વર રૂ.૬૭૧૮૧ ના મથાળેથી ખુલીને રૂ.૬૭૪૫૬ પોઈન્ટના  ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૬૭૧૮૦ ના નીચા મથાળે નોંધાવી ૨૫૧ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૬૭૨૫૦  આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો...  રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ની પ્રથમ ધિરાણ નીતિ સમીક્ષામાં અપેક્ષા મુજબ વ્યાજ  દર યથાવત રાખીને અને આ સાથે જંગી સરકારી બોન્ડ ખરીદીના સંકેત આપતાં ફંડોએ સતત બીજા દિવસે  ભારતીય શેરબજારોમાં બેંકિંગ-ફાઈનાન્સ શેરોની આગેવાનીમાં તેજી જોવા મળી હતી, પરંતુ રિઝર્વ બેંક ઓફ  ઈન્ડિયાના આ સંકેત સામે કોરોના સંક્રમણ દેશભરમાં સતત ફેલાઈ રહ્યું હોઈ મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના  રાજયોમાં પરિસ્થિતિ અંકુશ બહાર જઈ રહ્યાના અહેવાલોએ ચિંતા વધતાં લોકડાઉનના આકરાં પગલાં લેવાની  પડી રહેલી ફરજે અર્થતંત્ર પર માઠી અસર પડવા લાગી હોઈ આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વિકટ બનવાના  અને આર્થિક વૃદ્વિ-જીડીપી વૃદ્વિને મોટો ફટ કો પડવાના અંદાજે સાવચેતી પણ જોવા મળી હતી.

કોરોના સંક્રમણના પરિણામે વિવિધ રાજયોમાં ફરી લોકડાઉન લાગુ કરવાની પડી રહેલી ફરજ સાથે સાથે કોરોના  વેક્સિનેશન પ્રોગ્રામ પણ ઝડપી આગળ વધી રહ્યો હોઈ આગામી દિવસોમાં આ સંક્રમણને રોકવામાં સફળતા  મળવાના સંજોગોમાં બજારો પરનું જોખમ પણ હળવું થઈ શકે છે, પરંતુ હાલ પરિસ્થિતિ પડકારરૂપ બની રહી હોઈ  અને પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારાને લઈ મોંઘવારી વધુ અસહ્ય બનવાની પૂરી શકયતાએ બજારનું સેન્ટીમેન્ટ  ડહોળાવાની પૂરે પૂરી સંભાવના છે. જેથી ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૧૭%ના વધારા સાથે બંધ રહ્યો  હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૧૪% અને નેસ્ડેક ૧.૦૩% વધીને સેટલ થયા હતા. બીએસઈ પર મીડકેપ  ઈન્ડેક્સ ૦.૩૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૪% વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની  વાત કરીએ તો બીએસઈ પર એનર્જી, ટેલીકોમ, મેટલ અને પાવર  શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે  બાકી અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૧ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૫૭૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૮૫૭ અને વધનારની  સંખ્યા ૧૫૮૯ રહી હતી, ૧૩૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૦૦ શેરોમાં ઓનલી  સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૮૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા.... મિત્રો, કોરોનાના કેસમાં થઈ રહેલા વધારાને કારણે મહારાષ્ટ્ર તથા દેશના અન્ય  રાજ્યોમાં લાગુ કરાયેલા મિનિ લોકડાઉન સહિતના પગલાંને પરિણામે દેશની વર્તમાન નાણાં વર્ષની ગ્રોસ વેલ્યુ  એડેડ વૃદ્ધિમાં  ૦.૩૨%નો ફટકો પડવાનો અંદાજ મુકાઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં લોકડાઉનને કારણે સૌથી વધુ  નુકસાન વેપાર, હોટેલ્સ, રેસ્ટોરેન્ટ, સ્ટોરેજ જેવા ક્ષેત્રને થવાની ધારણાં છે. બીજા ક્રમે નાણાંકીય સેવાઓ, રિઅલ  એસ્ટેટ તથા વ્યવસાયીક સેવાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વીજ ક્ષેત્ર, ઉત્પાદન ક્ષેત્ર વગેરેને પણ નુકસાન  થશે. વર્તમાન નાણાં વર્ષ એટલે કે ૨૦૨૧-૨૨માં સ્થિતિ સામાન્ય બની જશે તેવી ધારણાંએ કેર રેટિંગ્સે માર્ચ ૨  ૦૨૨ના અંતે ભારતની જીવીએ વૃદ્ધિ ૧૦.૨૪% રહેવા પહેલા અંદાજ મૂકયો હતો. પરંતુ વર્તમાન નાણાં વર્ષનો  પ્રારંભમાં જ આર્થિક ખલેલો ઊભી થઈ છે, જેને કારણે એકંદર ઉત્પાદન તથા ઉપભોગ પર અસર પડશે.

હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

એસીસી લિમિટેડ (૧૯૯૦) ઃ સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડક્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં  રૂ.૧૯૭૦ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૧૯૪૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે  રૂ.૨૦૧૩ થી રૂ.૨૦૩૦ સુધી તેજી તરફી ધ્યાન...!!!

ઇન્ડીગો (૧૬૨૩) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૂ.૧૬૦૬ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૫૯૦ ના સપોર્ટથી  ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૬૪૭ થી રૂ.૧૬૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!!

મુથૂત ફાઇનાન્સ (૧૨૨૭) ઃ રૂ.૧૨૦૮ નો પ્રથમ તેમજ રૂ.૧૧૯૦ ના બીજા સપોર્ટથી ફાઇનાન્સ સેક્ટર  રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૫૩ થી રૂ.૧૨૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે...!!!

લુપિન લિમિટેડ (૧૦૫૧) ઃ ફાર્મા સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૭૩ થી રૂ.૧૦૮૦ ના ભાવની  સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૧૦૩૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!!

ઓરબિંદો ફાર્મા (૯૧૦) ઃ રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૯૦૩ ના સ્ટોપલોસ  આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૯૨૩ થી રૂ.૯૩૦ આસપાસ નફાલક્ષી  ધ્યાન ઉત્તમ...!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

close
Ank Bandh 29 March
close
PPE Kit