Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા કક્ષાની સમિતિની બેઠકમાં જિલ્લા કલેક્ટર દ્વારા
જામનગર તા. ૭: જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યાના અધ્યક્ષસ્થાને જામનગરમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના વર્ષ ર૦ર૪-રપ અન્વયે જિલ્લા કક્ષાની સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યા દ્વારા પાત્રતા ધરાવતી સંસ્થાઓની ગૌમાતા પોષણ યોજના અંતર્ગત આવેલી અરજીઓને ધ્યાને લઈ સહાય માટે મંજુરી આપી હતી.
આ યોજના અંતર્ગત જુલાઈ ર૦ર૪ થી સપ્ટેમ્બર ર૦ર૪ (બીજો હપ્તો વર્ષ ર૦ર-રપ) માટે પશુ નિભાવ સહાય માટે આઈ-ખેડૂત પોર્ટલ પર કુલ ૩પ સંસ્થાઓની અરજી મળી હતી જે પૈકી જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા દૈનિક પશુઓની સંખ્યા ૧,૦૦૦ થી ઓછી ધરાવતી કુલ ર૮ સંસ્થાઓની અરજીઓ મંજુર કરી ચૂકવણા અર્થે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગરને મોકલી આપવામાં આવી હતી, જ્યારે ૭ સંસ્થાઓની અરજીઓ ઠરાવની શરતો પરિપૂર્ણ ન કરતી હોવાથી નામંજુર કરવામાં આવેલ હતી. આમ જિલ્લામાંથી કુલ ર૮ સંસ્થાના પ,૮૬૭ પશુઓ માટે કુલ ૧,૬૧,૯ર,૯ર૦ રૂપિયાની સહાય મંજુર કરી ચૂકવા માટે ગાસેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગાંધીનગરને મોકલી આપવામાં આવી છે.
આ બેઠકમાં જિલ્લ વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નાયબ પશુપાલન નિયામક તેજસ શુક્લ, ઘનિષ્ટ પશુસુધારણા યોજનાના નાયબ પશુપાલન નિયામક પ્રફુલ મણવર, જિલ્લા કક્ષાના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial