દ્વારકા જિલ્લામાં કોરોનાના નવા ૬ કેસ

દ્વારકા તા. ૧૭ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયાના ૪ સહિત કુલ ૬ નવા કોરોનાના દર્દી નોંધાયા છે. જ્યારે સાજા થતા ત્રણ ડિસ્ચાર્જ થયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે છ નવા પોઝિટિવ કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં ખંભાળીયામાં ચાર તથા દ્વારકા અને ભાણવડમાં એક-એક નોંધાય છે. જ્યારે ત્રણ ડિસ્ચાર્જ થયા છે. જેમાં દ્વારકાના બે તથા ખંભાળીયાના એકનો સમાવેશ થાય છે. ખંભાળીયા ગાયત્રીનગર, રેલવે સ્ટેશન રોડ, મોરીવાવ તથા હિન્દ સ્ટોર પાસે રાવલ પાડો તથા તલાટી શેરી દ્વારકા તથા દુધેશ્વર મહાદેવ પાછળ ભાણવડનો સમાવેશ નવા કેસમાં થાય છે. દ્વારકા જિલ્લા કલેક્ટર ડો.નરેન્દ્રકુમાર મીના દ્વારા જિલ્લામાં ચાર નવા કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે. જેમાં જગદીશ તુલસીભાઈ ચાવડાનું ઘર મોચીસાર, હસમુખ પરમારનું ઘર, ગગવાળી ફળી, જયસુખ કોશીયાનું ઘર, દુધેશ્વર મહાદેવ પાસે ભાણવડ તથા ડાલ્ડા બંદર ઓખાનો સમાવેશ થાય છે.

close
Ank Bandh
close
PPE Kit