ખંભાળીયાઃ રામનગર વિસ્તારની જમીનના મુદ્દે ખેડૂતનું આવેદનઃ આત્મવિલોપનની ચીમકી

ખંભાળીયા તા. ૩૦ઃ ખંભાળીયાના રામનગર વિસ્તારમાં રહેતા ખોડલભાઈ વેલજી કણઝારીયા વિગેરેએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને તેમની ભોગવટા માલિકીની જમીન ખાલી કરાવવા મામલતદારે નોટીસ આપી હોય, પગલા લેવાની માંગણી કરી હતી.

આવેદનપત્રમાં જણાવેલ છે કે, રામનગરના રે.સ.નં. ૬૧૯ પૈકીની જમીન તેમની પાસે ૩૦ વર્ષથી છે, તથા આ જમીન બાબતે મામલતદારે હુકમ કરતા તેની સામે કલેક્ટરમાં અપીલ પણ કરી છે. છતાં દબાણ કર્યાનું જણાવી મામલતદાર તરફથી નોટીસો અપાય છે. આ જમીન બાબતે ખંભાળીયા કોર્ટમાંથી વચગાળાનો સ્ટે પણ મળેલ છે. આ વિગતો મામલતદારને જણાવી છે.

આ જમીન બાબતે યોગ્ય ખરાઈ કરીને કાર્યવાહી નહીં થાય તો નાછૂટકે આત્મવિલોપન કરશું તેવી ચીમકી પણ આપવામાં આવી છે.

સરકારી જમીન છે મામલતદારની સ્પષ્ટતા

આ બાબતે ખંભાળીયા મામલતદાર લુક્કાનો સંપર્ક સાધતા તેમણે આ સરકારી જમીન તથા અન્ય હેતુ માટે આપવાની થતી હોય, આ જમીનનો કબજો લઈને તેને અન્યોને હેતુ માટે આપવા નોટીસો આપ્યાનું જણાવ્યું હતું.

close
Ank Bandh
close
PPE Kit