સમયમર્યાદાનો ભંગ કરી દુકાન ખુલી રાખનાર પાંચ સામે કાયદાકીય કાર્યવાહી

જામનગર તા. ૩૦ઃ જામનગરમાં ગઈકાલે કપડાં, કટલેરી, કોલ્ડ્રીક્સ તેમજ પાનની દુકાન ચલાવતા પાંચ આસામીઓએ અનલોક-૧ના નિયમનો ભંગ કરી મોડે સુધી દુકાન ચાલુ રાખતા પોલીસે ગુન્હો નોંધ્યો હતો ઉપરાંત કારણવગર રાત્રે આંટા મારતા ચાર સામે જાહેરનામા ભંગ અંગે કાર્યવાહી કરી છે.

જામનગર સહિત રાજ્યભરમાં અનલોક-૧ આપવામાં આવ્યું હતું. જેમાં તંત્ર દ્વારા વેપારીઓને સાંજના સાત વાગ્યા સુધી દુકાન ખુલી રાખવાની મંજુરી અપાઈ હતી તેમ છતાં ગઈકાલે સાંજે સાત વાગ્યા પછી સમર્પણ સર્કલ નજીકની રોયલ ડીલક્સ નામની પાનની દુકાન ખુલ્લી જોવા મળતા પોલીસે તેના સંચાલક કુંભાભાઈ માલદેભાઈ આહિર સામે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધ્યો છે. ઢીંચડા રોડ પર તિરૃપતી પાર્કમાં જગદીશભાઈ નારણભાઈ કચ્છી ભાનુશાળીની દીપ જ્યોત નામની દુકાન પણ મોડે સુધી ખુલ્લી હતી. પોલીસે બન્ને સામે કાર્યવાહી કરી છે.

સત્યમ કોલોની પાસે ચિરાગ ચંદ્રકાંતભાઈ પંચમતીયા નામના વેપારીએ પોતાની હીપ-હોપ નામની કપડાની દુકાના પોણા આઠ વાગ્યા સુધી ચાલુ રાખી હતી અને પાંચ હાટડીમાં કયુમ કાસમભાઈ ધુણધોયાએ હુસેની પાન નામની પોતાની દુકાન સાડા સાત વાગ્યા સુધી ચાલુ રાખી હતી. જી.જી. હોસ્પિટલ સામે વિજય રાજુભાઈ કહુજાએ પોતાની વિજય પાન એન્ડ કોલ્ડ્રીક નામની દુકાન પણ સમય મર્યાદાનો ભંગ કરી ચાલુ રાખતા પોલીસ પહોંચી હતી.

તે ઉપરાંત ગઈકાલે રાત્રે કારણવગર આંટા મારતા ફીરોઝ યાકુબ બારૈયા નામના બેડ ગામના શખ્સને પકડી લેવામાં આવ્યા હતાં. ધ્રોલના ત્રીકોણ બાગ પાસેથી શાહનવાઝ મામદભાઈ ફકીર અને જામજોધપુર તાલુકાના શેઠવડાળામાંથી પાવનભાઈ દેવસીભાઈ મકવાણા, કિશનભાઈ પ્રેમજીભાઈ બગડા નામના બે શખ્સને આંટા મારતા પકડી લેવામાં આવ્યા હતાં. તેઓની સામે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધાયો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit