Advertisement
Author: નોબત સમાચાર

વડાપ્રધાન મોદીના કાર્યક્રમને લઈને માર્ગો બંધ કરી દેવાતા જામનગરમાં 'જામ': વાહનચાલકો પરેશાન

રવિવાર, વેકેશન અને પી.એમ. પ્રોગ્રામનો ત્રિવેણી સંગમ.... વડાપ્રધાનની ઝલક જોવા રોડની બન્ને તરફ ભીડ દેખાઈ...

                                                                                                                                                                                                      

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જામનગર આગમનને લઈને શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવતાં ગઈકાલે બપોર બાદથી રાત્રિ સુધી શહેરના ટાઉનહોલથી સાત રસ્તા વિસ્તાર સુધીના મુખ્ય માર્ગો પર અવરજવર નિયંત્રિત કરવામાં આવી હતી. સુરક્ષા કારણોસર કેટલાક રસ્તાઓ બ્લોક તેમજ ડાયવર્ટ કરાતા અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામના દૃશ્યો જોવા મળ્યા હતા. શાળાઓમાં વેકેશનની સાથે રવિવારની સાંજ હોવાના કારણે શહેરમાં લોકોની અવરજવર સામાન્ય દિવસોની સરખામણીએ વધુ હતી. તે વચ્ચે માર્ગ બંધ અને ટ્રાફિક ડાયવર્ઝનને કારણે અનેક માર્ગો પર વાહનોની લાંબી કતારો લાગી હતી. કેટલાક વિસ્તારોમાં ટ્રાફિકની સ્થિતિ સંભાળવા પોલીસને ભારે કવાયત કરવી પડી હતી. આ ઉપરાંત આજે સવારે વડાપ્રધાનનો કાફલો જામનગર એરફોર્સ સ્ટેશન તરફ રવાના થયો ત્યારે પણ કેટલાક વિસ્તારોમાં આશરે પંદરથી વીસ મિનિટ સુધી ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. કાફલાના માર્ગ પર સુરક્ષા એજન્સીઓ દ્વારા વાહન વ્યવહાર તાત્કાલિક રોકી દેવાતા વાહનચાલકોને રાહ જોવી પડી હતી. વડાપ્રધાનનો કાફલો જે માર્ગ પરથી પસાર થયો ત્યાં અનેક સ્થળોએ નાગરિકો રસ્તા કિનારે ઊભા રહી અભિવાદન કરતા જોવા મળ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં લોકો વડાપ્રધાનની એક ઝલક જોવા માટે ઉમટી પડ્યા હતા. ગઈકાલે રાત્રે તેમજ આજે વહેલી સવારે શહેરમાં આ પ્રકારના દૃશ્યો ખાસ જોવા મળ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh