ખંભાળિયામાં રસ્તો પહોળો કરવાની કામગીરી હાથ ધરાશે

ખંભાળિયા તા. ૩૦ઃ ખંભાળિયા નગરપાલિકા શહેરી વિસ્તારમાં સીટ નં. ૧૮/૧ સિટી સર્વે નં. ૭૩પ, સ્ટેશન રોડ, એસ.ટી. બસ સ્ટેન્ડ રોડ પર જી.વી.જે. હાઈસ્કૂલ સામે જુની આદર્શ નિવાસી શાળા તથા કુમાર છાત્રાલયની પાસેની અંદાજે ચો.મી. ૩રપ-૦૦ જમીન ખંભાળિયા નગરપાલિકા માટે રસ્તો પહોળો કરવાના કામે કલેક્ટર દેવભૂમિ દ્વારકા તરફથી નીમ કરવામાં આવી છે. જે જગ્યા પર રસ્તો પહોળો કરવાના હેતુસર આસિસ્ટન્ટ કલેક્ટર દિનેશ રમેશ ગુરુવની સૂચનાથી ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસર એ.કે. ગઢવી, ખંભાળિયા શહેરના પી.આઈ. જી.આર. ગઢવી, મામલતદાર કે.જી. લુક્કા, સિટી સર્વે કચેરીના અધિકારી પંડ્યાજી તથા સ્ટાફ નગરપાલિકાના ઈજનેર એન.આર. નંદાણિયાની તથા નગરપાલિકા સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં તા. ર૬-૬-ર૦ર૦ ના એસ.ટી. ડેપો તરફ જતા રસ્તાની ગોલાઈ ઉપર આવેલ જુની ઓરડી તથા હયાત જુની કમ્પાઉન્ડ વોલ દૂર કરવામાં આવી હતી. જે દૂર થયા પછી ટૂંક સમયમાં નગરપાલિકા દ્વારા રોડ પહોળો કરવાની કામગીરી તેમજ કમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

close
Ank Bandh
close
PPE Kit