રાધિકા એડ્યુકેર સ્કૂલ દ્વારા કોરોના વાઈરસને હરાવવા શપથગ્રહણ કરાયા

જામનગર તા. ૩૦ઃ રાધિકા એડ્યુકેર સ્કૂલના સમગ્ર સ્ટાફ દ્વારા અને જૈન એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન ભરતેષભાઈ શાહના માર્ગદર્શન હેઠળ કોરોનાને હરાવવાના શપથ લીધા હતાં. જેમાં માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કરવા, વારંવાર હાથ ધોવા તથા સેનેટાઈઝનો ઉપયોગ કરવાના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતાં અને અન્ય લોકોને પણ આ બાબતે જાગૃત કરવા તેવો નિર્ધાર કરવામાં આવ્યો હતો.

આ તકે જૈન એડ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી અતુલ શાહ, મેનેજમેન્ટ મેમ્બર પ્રદીપભાઈ પરમાર, પ્રિન્સિપાલ શિવાની આચાર્ય તથા સ્ટાફ મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતાં.

close
Ank Bandh
close
PPE Kit