Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હજુર-એ-આલા આજ તક બૈઠે હૈ ઈસી ગમ મે...
નવી દિલ્હી તા. રઃ લોકસભામાં સમાજવાદી સાંસદ અખિલેશ યાદવે મોદી સરકાર પર શાયરીના અંદાજમાં પ્રહારો કરતા કહ્યું હતું કે, હજુ પણ તેમને ઈવીએમ પર વિશ્વાસ નથી. તેમણે કહ્યું કે, હવે કોઈની મનમરજી નહીં, પણ જન મરજી જ ચાલશે.
રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર સંસદના બન્ને સદનોમાં આજે પણ ચર્ચા થશે. ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લોકસભામાં જવાબ આપશે. પીએમ મોદો રાજયસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો ગઈકાલનો જવાબ આપી શકે છે. ૧૮મી લોકસભાની રચના બાદ સંસદનું પ્રથમ સત્ર છે.
અખિલેશ યાદવે લોકસભામાં સરકાર શાયરના અંદાજમાં હુમલો કરતાં કહ્યું કે 'હજૂર-એ-આલા આજ તક ખામોશ બૈઠે હૈ ઈસી ગમ મેં, મહેફિલ લૂટ લે ગયા કોઈ જબકી સજાઈ હમને', તેમણે કહ્યું કે, જ્યારે આદર્શ આચારસંહિતા લાગૂ થઈ, અમે જોયું કે ચૂંટણી પંચ કેટલાક લોકો પર મહેરબાન રહ્યું. તે સંસ્થા નિષ્પક્ષ હશે તો ભારતનું લોકતંત્ર મજબૂત થશે. તેમણે કહ્યું કે, ઈવીએમ પર મને આજે પણ વિશ્વાસ નથી. ૮૦ માંથી ૮૦ સીટો જીતી જાઉં તો પણ વિશ્વાસ નહીં થાય.
લોકસભામાં ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવે કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં તમામ પેપર લીક થયા છે. ઘણા રાજ્યોના બાળકો પેપર આપવા ગયા, પરંતુ પેપર લીક થઈ ગયું. નીટનું પેપર પણ લીક થઈ ગયું. આમ કેવી રીતે થાય છે. સરકાર પેપર લીક એટલા માટે કરાવી રહી છે, કારણ કે તે નોકરી આપવા માંગતી નથી.
અખિલેશ યાદવે કહ્યું કે, આ ચાલનાર નહી, ઢળી પડનાર સરકાર છે. મનમરજી નહી, જનમરજી ચાલશે, સંવિધાનના રક્ષકોની જીત થઈ છે. હું કહેવા માંગુ છું કે, દેશ કોઈની મહત્ત્વાકાંક્ષાથી ચાલશે નહીં.
લોકસભામાં ઉત્તરપ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવે કહ્યું કે, આ ચૂંટણીમાં સાંપ્રદાયિક રાજકારણની હાર થઈ છે. સરકાર કહે છે કે, પાંચમી અર્થવ્યવસ્થા બની ગઈ છે, પરંતુ સરકાર કેમ છૂપાવે છે કે, પ્રતિ વ્યક્તિ આવક ક્યા સ્થાન પર પહોંચી ગઈ છે. આપણે હંગર ઈંડેક્સમાં ક્યાં છીએ.
અખિલેશ યાદવે લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચામાં બોલતાં તમામ સાંસદો અને સ્પીકરને શુભેચ્છા પાઠવી. તેમણે ટોણો મારતા કહ્યું કે, તમામ સમજદાર અને બુદ્ધિમાન મતદારોને ધન્યવાદ પાઠવું છું. અખિલેશે કહ્યું કે, એવું લાગી રહ્યું છે કે, હારેલી સરકાર બિરાજમાન છે. જનતા કહી રહી છે કે, ચાલશે નહીં, સરકાર તૂટી પડશે.
રાજયસભાની કાર્યવાહી શરૃ થતાં જ સભાપતિ જગદીપ ધનખડે વીણા મસ્તાવ રાવ યાદવ, મદન રાઠોડને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial