ઓખા તા. ૩ઃ ઓખા મરીન પોલીસ સ્ટેશન, સુરક્ષા સેતુ સોસાયટી તથા યુવા શક્તિ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આોખામાં રક્તદાન કેમ્પ યોજાયો હતો.
ઓખામાં નવી બજારમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા રોહન આનંદના માર્ગદર્શન હેઠળ સથાનિક પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ માનવ સેવાનો યજ્ઞ યોજાયો હતો. જેમાં સ્થાનિકો, પોલીસ વિભાગના કર્મચારીઓ, અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રક્તદાન કેમ્પમાં ૧રર બોટલ રક્ત એકત્ર થયું હતું.
આ પ્રસંગે ઓખા મરીન પોલીસના પી.એસ.આઈ. જે.જી. સોલંકી, સ્થાનિક અગ્રણી માછીમાર બંદરના પ્રમુખ મોહનભાઈ બારાઈ, ભાજપના કાર્યકર્તા મનોજભાઈ થોભાણી, યુવા શક્તિ ગ્રુપના સંસ્થાપક પ્રો. દિપકભાઈ કારેલિયા, પ્રમુખ લખનભા કેર વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.