ગાંધીનગર (જિતેન્દ્ર ભટ્ટ દ્વારા)ઃ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષપદની વરણી માટેની ગતિવિધિ તેજ બની રહી છે. પ્રદેશ અધ્યક્ષપદ માટે શંકર ચૌધરી, પ્રફૂલ્લ પટેલ, રજનીકાંત પટેલ, ગોરધન ઝડફીયાના નામો ભલે ચર્ચામાં હોય પણ આંતરિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ચારેય સંભવિત નામોમાં શંકર ચૌધરીનું નામ મોખરે છે.
મંત્રીના પીએસ હોમ કોરોન્ટાઈન
ગુજરાતના સાંસ્કૃતિક બાબતોના મંત્રીના પર્સનલ સેક્રેટરી સોમવારથી હોમ કોરોન્ટાઈન થયા છે. જ્યારે તેમના બીજા નંબરના અધિકારી પણ આધેડ વયના કારણે અઠવાડીયામાં ત્રણ જ દિવસ ઓફિસમાં આવે છે.