Advertisement
Author: નોબત સમાચાર

કુલ આઠ દરોડામાં પ૭ સ્ત્રી-પુરૂષ પકડાયાઃ ચાર શખ્સ નાસી ગયાઃ રૂ.૧,૫૬,૯૭૦નો મુદ્દામાલ કબજેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગરના રામેશ્વરનગર તથા ભાનુશાળીવાડ તેમજ હીરાસરવાસમાં ગઈકાલે પોલીસે જુગાર પકડવા પાડેલા દરોડામાં અઢાર મહિલા અને આઠ શખ્સ પકડાયા હતા. જુગારના કુલ આઠ દરોડામાં ઓગણચાલીસ શખ્સ, અઢાર મહિલા ઝડપાઈ ગયા હતા. ચાર નાસી જવામાં સફળ થયા હતા. કુલ રૂ.૧,૫૬,૯૭૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો.

જામનગરના રામેશ્વરનગર નજીક આવેલી કે.પી. શાહની વાડી પાસે ગઈકાલે સાંજે કેટલાક મહિલાઓ એકઠા થઈ જુગાર રમતા હોવાની બાતમી પરથી એલસીબીના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાંથી વીમળાબેન શિવરાજભાઈ ખાચર, ઈશ્વરીબેન સુરેશભાઈ ટેકાણી, મીનાબા મહેન્દ્રસિંહ ઝાલા, રાજલબા મહેન્દ્રસિંહ ઝાલા, ભાવનાબા બળવંતસિંહ જાડેજા, જેનાબા અજયસિંહ જાડેજા, ઈન્દુબેન મહેશભાઈ આશર, કિરણબેન કેતનભાઈ પાણખાણીયા નામના આઠ મહિલા રૂ.૧૯૨૦૦ રોકડા સાથે મળી આવ્યા હતા.

જામનગરના હવાઈચોક વિસ્તારમાં આવેલા ભાનુશાળી વાડની શેરી નં.પમાં ગઈકાલે બપોરે ગંજીપાનાથી જુગાર રમતા કિશોરભાઈ શિવલાલ દાણીધાર, પૂજાબેન નિલેશભાઈ કટારમલ, ભાનુબેન જયંતિભાઈ કટારમલ, નયનાબેન અરવિંદભાઈ પરમાર, કુસુમબેન દિનેશભાઈ ધારવીયા નામના પાંચ વ્યક્તિ પકડાઈ ગયા હતા. સિટી એ ડિવિઝન પોલીસે રૂ.૧૦,૩૫૦ રોકડા કબજે કર્યા છે.

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી ઈન્દિરા સોસાયટીની શેરી નં.૧માં ગઈરાત્રે જુગાર રમાતો હોવાની બાતમી પરથી સિટી બી ડિવિઝનના સ્ટાફે બે વાગ્યે ત્યાં દરોડો પાડતા શૈલેષ ઘનશ્યામભાઈ ચૌહાણ, પ્રથમ નીતિનભાઈ દાણીધાર, મીત યોમેશભાઈ અત્રી, પ્રશાંત અનિલભાઈ જેઠવા, શ્યામ ભીમશીભાઈ ગોજીયા, જતીન મનોજભાઈ સુથાર, દેવમોહનભાઈ ગવઈ નામના સાત શખ્સ પકડાઈ ગયા હતા. પટમાંથી રૂ.૧૧,૨૩૦ અને ગંજીપાના કબજે કરાયા છે.

જામનગર નજીકના ખોજાબેરાજા ગામના પાદરમાં ગઈરાત્રે દોઢેક વાગ્યે પંચકોશી બી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડતા ત્યાં તીનપત્તી રમતા રણજીતસિંહ પ્રવીણસિંહ જાડેજા, દેવરાજભાઈ ખેરાભાઈ પીંગળસુર, શૈલેષ પોપટભાઈ ડાંગર, અમિતસિંહ ચંદુભા વાઘેલા નામના ચાર શખ્સ પકડાઈ ગયા હતા. જ્યારે કારાભાઈ કુંભાભાઈ ભરવાડ, મયાભાઈ લખુભાઈ ભરવાડ, મેઘાભાઈ દેશાભાઈ પીંગળસુર, ચંદ્રેશ ભુટાભાઈ ભરવાડ નામના ચાર શખ્સ નાસી ગયા હતા. પટમાંથી રૂ.૨૧,૧૯૦ કબજે કરાયા છે.

જામજોધપુર તાલુકાના મેથાણ ગામમાં ગોરાભાઈ બાબરીયાના ઘર પાસે શેરીમાં ગઈરાત્રે ગંજીપાના કૂટતા નરેન્દ્ર હરીભાઈ બાબરીયા, સુરેશ મેઘજીભાઈ મકવાણા, મહેશ ભાણજીભાઈ બગડા, ગીરધરભાઈ હીરાભાઈ બાબરીયા, ભરતભાઈ ગોવાભાઈ બાબરીયા, ધવલ લખપતભાઈ બાબરીયા, સુખાભાઈ મેપાભાઈ બાબરીયા નામના સાત વ્યક્તિ શેઠવડાળા પોલીસના દરોડામાં ઝડપાઈ ગયા હતા. પટમાંથી રૂ.૧૬,૬૦૦ કબજે કરાયા છે.

જામનગર નજીકના મિયાત્રા ગામમાં ગઈકાલે રાત્રે જુગાર રમતા રમેશભાઈ ગોવિંદભાઈ વૈષ્ણવ, શિવુભા રામસંગ કેર, કારાભાઈ કનાભાઈ કરમુર, મનુભા રણજીતસિંહ કેર, મનસુખભાઈ જેસંગભાઈ લોખીલ, મનસુખભાઈ ભગવાનજી કટેશીયા નામના છ શખ્સ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના દરોડામાં પકડાઈ ગયા હતા. પટમાંથી રૂ.૫૧,૩૦૦ કબજે કરાયા છે.

જામનગરમાં બેડેશ્વર વિસ્તાર પાસે પાણાખાણમાં ગઈકાલે જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા અજય ચંદુભાઈ ઉચાસણા, રાજુ વેલજીભાઈ મિયાત્રા, કાનજીભાઈ ભૂરાભાઈ કોળી, અજય હરેશભાઈ કોળી, વિપુલભાઈ કિશોરભાઈ પરેશા, લાલભા ઘનુભા હાડા, મુન્નાભાઈ મોહનભાઈ જાદવ નામના સાત શખ્સ રૂ.૧૧,૪૨૦ સાથે પકડાઈ ગયા હતા.

જામનગરના હીરાસરવાસમાં ગઈરાત્રે તીનપત્તી રમતા દક્ષાબેન રમેશભાઈ શિયાર, મનુબેન ભીમજીભાઈ ભાલીયા, સોનલબેન પ્રવીણભાઈ શિયાર, હેમુબેન ધરમશીભાઈ જોરીયા, હંસાબેન હરેશભાઈ ગુજરીયા, લાભુબેન રામજીભાઈ ગુજરીયા, પરસોત્તમ બેચરભાઈ શિયાર, નયન રામજીભાઈ ગુજરીયા, રમેશ બાબુભાઈ જેઠવા, મનસુખભાઈ રાહાભાઈ જોરીયા, રમેશભાઈ સુખાભાઈ જેઠવા, લક્ષ્મણભાઈ બચુભાઈ ચૌહાણ, અજય નરશીભાઈ ઢાપા નામના તેર વ્યક્તિ રૂ.૧૫,૬૮૦ રોકડા સાથે પકડાઈ ગયા હતા.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh