આજે ઓખા - જયપુર ટ્રેન ૨ કલાક ૪૦ મિનિટ મોડી ઉપડશે

જામનગર તા. ૧૩ઃ આજે તા. ૧૩ના ઓખાથી જયપુર રવાના થનારી ટ્રેન બે કલાક ૪૦ મિનિટ મોડી રવાના થશે. દર સોમવારે ઓખાથી રવાના થતી ઓખા - જયપુર ટ્રેન આજે તેના નિર્ધારિત સમય સાંજે ૭-૨૦ કલાકને બદલે સાંજે ૧૦ કલાકે ઓખાથી રવાના થશે. એટલે કે ટ્રેન ૨ કલાક ૪૦ મિનિટ મોડી ઉપડશે. આ ટ્રેનનો પેરિંગ રેઈક ટ્રેક મોડો આવનાર હોવાથી ટ્રેન મોડી થશે. તેની મુસાફરોએ નોંધ લેવા રેલવેની યાદીમાં જણાવાયું છે.

close
Ank Bandh 26 January
close
PPE Kit