કિસાન ક્રેડીટ કાર્ડ અન્વયે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક

ખંભાળીયા તા. ૧૪ઃ દેવભૂમિ દ્વારકાના જિલ્લા કલેક્ટર નરેન્દ્રકુમાર મીના દ્વારા ગઈકાલે કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ આપવા બાબતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીએમ કિસાન યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા ૮૫૧૮૯ છે, જ્યારે કિસાન ક્રેડીટ કાર્ડની સંખ્યા ૭૨૫૨૨ છે. આમ અંદાજે ૧૨૬૬૭ ખેડૂતો એવા છે જેની પાસે કિસાન ક્રેડીટ કાર્ડ નથી. પી.એમ. કિસાનના જે લાભાર્થીઓને લોન માટેની કેસીસી યોજનાનો લાભ લીધેલ ન હોય તેના માટે છે. કે.સી.સી.ની આ લોનનો લાભ ખાતા દીઠ મળશે. આ યોજનાનો લાભ મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને પણ મળવાપાત્ર છે. ૩ લાખ સુધીની લોન માટે વ્યાજ દર ૭ ટકા રહેશે. જો આ લોનની ભરપાઈ ૩૬૫ દિવસની અંદર કરવામાં આવે તો ૩ ટકા વ્યાજ કેન્દ્ર સરકાર (નાબાર્ડ) અને ૪ ટકા વ્યાજ રાજ્ય સરકાર દ્વારા ભરપાઈ કરવામાં આવશે. ૩૬૫ દિવસની અંદર લોન ભરપાઈ કરવામાં નહીં આવે તો બેંકના નિયમ મુજબ વ્યાજદર રહેશે. ૩ લાખ સુધીની લોન માટે પ્રોસેસીંગ ચાર્જ, સર્વિસ ચાર્જ, ઈન્સપેકશન ચાર્જ વગેરે બેંક દ્વારા આ લોન માટે માફ કરવામાં આવેલ છે.

કેસીસીનો લાભ ૭-૧૨ કોપી અને પાકની વિગતથી બેંક દ્વારા સરળતાથી અને ત્વરિત આપવામાં આવશે. પીએમ કિસાનના જે લાભાર્થીઓ કેસીસીનો લાભ લઈ રહ્યા છે તેઓ વધારાની લોન લેવા માટે તેમની બેંકની બ્રાન્ચનો સંપર્ક કરી શકે છે. પીએમ કિસાનના જે લાભાર્થીઓની સંખ્યા વધારે છે. પરંતુ જાણકારીના અભાવે કેસીસી લોનના લાભાર્થીઓની સંખ્યા ઓછી છે જેથી બાકી રહેલા લાભાર્થીઓને આ યોજનાનો લાભ લેવા માટે પ્રચાર-પ્રસાર કવરામાં આવે તે જરૃરી છે. પીએમ કિસાનના  લાભાર્થીઓને આ યોજનાનું સરળ ફોર્મ ભરવા માટેની માહિતી નજીકના સીએસસી સેન્ટરમાંથી મળશે. આ ઉપરાંત જો ખેડૂત ખાતેદાર કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ઇેંઁછરૃ ઝ્રછઇડ્ઢ નું ૯૦ દિવસમાં સ્વાઈપ કરી ઉપયોગ કરે તો ૨ લાખ સુધીનો અકસ્માત વિમો ચાલુ રહેશે.

close
Ank Bandh
close
PPE Kit