જામનગર તા. ૧૩ઃ જામનગરમાં આજે સવારે સતત ધડાકાઓના કારણે લોકો ભયભીત થઈ ગયા હતા. જોકે એરફોર્સની પ્રેક્ટિસના કારણે આવા ધડાકાઓ સાંભળવામાં આવી રહ્યા હતા.
જામનગરમાં આજે સવારે ભેદી ધડાકા સાંભળવા મળ્યા હતાં. સમયાંતરે એક પછી એક ધડાકાઓથી આકાશ ગૂંજી ઉઠ્યું હતું. અનેક લોકોએ આ ધડાકા શેના થઈ રહ્યા છે, તે અંગે પૂછપરછ કરી હતી. આખરે તેના દ્વારા જાહેર કરાયું હતું કે એરફોર્સની હવાઈ પ્રેક્ટિસના કારણે ધડાકાઓ સંભળાઈ રહ્યા છે. કોઈએ ગભરાવવાની જરૃર નથી. આ પછી લોકોએ હાશકારો મેળવ્યો હતો.