'લવ જેહાદ' અંગે કાયદો લાવવાની સરકારની જાહેરાતને વધાવતી હિન્દુ સેના

જામનગર તા. ર૩ઃ વડોદરામાં ચૂંટણી સભાને સંબોધતા મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીએ ગુજરાતને ઉત્તમ અને સર્વોત્તમ બનાવવાની સાથે સાથે ગુજસીટોક અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ પછી હવે 'લવ જેહાદ' વિરૃદ્ધ કડક કાયદો લાવવાની વાત કરી હતી. ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં લવ જેહાદ વિરોધી કાયદો અમલમાં આવી ચૂક્યો છે, ત્યારે ગુજરાત પણ લવ જેહાદના કાયદાને લાવવા તત્પર છે. અગાઉ ગુજરાતના ડભોઈથી ધારાસભ્ય શૈલેષ મહેતાએ પણ રાજ્યમાં લવ જેહાદના કિસ્સાઓ વધી રહ્યા હોવાથી આ માટે કડક કાયદો બનાવવાની માંગ કરી હતી તેમજ હિન્દુ સેના ગુજરાતના પ્રમુખ પ્રતીક ભટ્ટ દ્વારા પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. હાલમાં વધતા બનાવોને ધ્યાનમાં લઈ ગુજરાતમાં પણ લવ જેહાદનો કાયદો લાવવા માટેની મુખ્યમંત્રી વિજય રૃપાણીની જાહેરાતને ગુજરાત હિન્દુ સેનાએ વધાવી છે.

close
Ank Bandh 29 March
close
PPE Kit