લાયન્સ ક્લબ-ઈસ્ટ દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણીઃ સંસ્થાના પૂર્વ પ્રમુખના હસ્તે ધ્વજવંદન

જામનગર તા. ૧૩ઃ લાયન્સ ક્લબ ઓફ જામનગર (ઈસ્ટ) દ્વારા ઉદ્યોગનગર સ્થિત શાળા નંબર ૧૮-૧૯ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

શાળા નં. ૧૮-૧૯ માં લાયન્સ ક્લબના ૫ૂર્વ પ્રમુખ ગણપતભાઈ લાહોટીના વરદ્ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રીક ૩ર૩ર-જે ના દ્વિતીય ગવર્નર એમ.જે.એફ. એસ.કે. ગર્ગ, ક્લબના પાસ્ટ પ્રેસિડેન્ટશ્રીઓ, પ્રહ્લાદ ઝવર, ઓમપ્રકાશ દુદાણી, સભ્યો, અમરજીતસિંગ રહાલુવાલિયા, વિરલભાઈ લાહોટી, શાળા નંબર ૧૮,૧૯ ના પ્રિન્સિપાલશ્રીઓ, શાળાનો શિક્ષકગણ, શાળાના બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

ધ્વજવંદન પછી શાળાના પ્રિન્સિપાલ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું

close
Ank Bandh 29 March
close
PPE Kit