Advertisement
Author: નોબત સમાચાર

રિસોર્ટમાં તીનપત્તી રમતા પાંચ એન્જિનિયર સહિત છ ઝડપાયાઃ રોકડ-મોબાઈલ ઝબ્બે

દ્વારકા જિલ્લામાં અગિયાર દરોડામાં ચુમાલીસ પકડાયાઃ રૂપિયા અઢી લાખથી વધુનો મુદ્દામાલઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: દ્વારકાના બરડીયા હાઈવે પર આવેલા એક રિસોર્ટમાં સોમવારની રાત્રે એલસીબીએ પાડેલા દરોડામાં ગાંધીનગરથી આવીને ભાડે રૂમ રાખી તેમાં જુગાર રમતા પાંચ સિવિલ એન્જિનિયર અને એક વૃદ્ધ ઝડપાઈ ગયા હતા. તેઓના છ મોબાઈલ સહિત રૂ।.૧૧૦૨૫૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો. દ્વારકા જિલ્લામાં જુગારના અન્ય દસ દરોડામાં સાડત્રીસ શખ્સ અને કાયદાથી સંઘર્ષિત એક કિશોર પકડાયા હતા. કુલ રૂ।.૨,૫૯,૬૦૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો.

દ્વારકાના બરડીયા ગામ રોડ પર આવેલા ધ સ્કાય ઈમ્પિરિયલ બાપુ'સ રિસોર્ટમાં સોમવારની રાત્રે દેવભૂમિ દ્વારકા એલસીબીએ પાડેલા દરોડામાં ગાંધીનગરના રહેવાસી નિર્ભય મુકેશભાઈ અપાણી, જયદીપ બાબુભાઈ કુકડીયા, ઉદયસિંહ ભરતસિંહ ગોહિલ, કાર્તિક હર્ષદભાઈ પડસાણા, હરીકૃષ્ણ રમેશભાઈ ગઢીયા, ભરતસિંહ ફતેસિંહ ગોહિલ નામના છ વ્યક્તિ તીનપત્તી રમતા મળી આવ્યા હતા. પટમાંથી રૂ।.૬૫૨૫૦ રોકડા, છ મોબાઈલ મળી કુલ રૂ।.૧૧૦૨૫૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.

ઉપરોક્ત શખ્સોમાંથી ભરતસિંહ ગોહિલ સિવાયના પાંચ વ્યક્તિ સિવિલ એન્જિનિયર હોવાનું જાણવા મળ્યું છે. તેઓ તમામ ગાંધીનગરથી આવ્યા હતા અને આ રિસોર્ટમાં ઓનલાઈન રૂમ ભાડે મેળવ્યો હતો અને તેમાં જુગારની મહેફિલ જમાવી હતી જેના પર એલસીબીએ દરોડો પાડ્યો હતો.

ખંભાળિયા તાલુકાના લાલુકા ગામની સીમમાં સોમવારની રાત્રે તીનપત્તી રમતા વિપુલ જીવાભાઈ પીંડારીયા, ડવુભાઈ જગાભાઈ પીંડારીયા, ભાયાભાઈ કેશુરભાઈ પીંડારીયા, મયુર ચકુભાઈ પીંડારીયા નામના ચાર શખ્સ રૂ।.૨૨૩૦ રોકડા સાથે પકડાયા છે.

ભાણવડ તાલુકાના રૂપામોરા ગામમાં ગ્રામ પંચાયત કચેરી નજીક ચોકમાં ગઈકાલે સાંજે તીનપત્તી રમતા જગાભાઈ છગનભાઈ પરમાર, મનસુખભાઈ ઠાકોરભાઈ પરમાર નામના બે શખ્સને પોલીસે પકડી લઈ રૂ।.૬૭૦૦ રોકડા કબજે લીધા છે.

કલ્યાણપુર તાલુકાના ચપર ગામમાં સ્ટ્રીટલાઈટના અજવાળે જુગાર રમતા વિપુલ દેપારભાઈ જોડ, ખેતાભાઈ માયાભાઈ જોડ, ખેંગારભાઈ ભીખાભાઈ જોડ નામના ત્રણને પોલીસે પકડી લઈ રૂ।.૯૭૦ કબજે કર્યા છે. ચપર ગામમાં જ બીજા દરોડામાં પબાભાઈ લખુભાઈ જોડ, ધનજી ભીખાભાઈ જોડ, માલદે માણસીભાઈ જોડ નામના ત્રણ શખ્સ રૂ।.૭૯૦ સાથે પકડાઈ ગયા હતા.

ભોગાત ગામમાં જુગાર રમતા સાજાભાઈ હરજુગભાઈ રૂડાચ, મેઘાભાઈ નથુભાઈ લુણા, વાછીયાભાઈ હરજુગભાઈ લુણા નામના ત્રણ શખ્સ પોલીસના દરોડામાં રૂ।.૫૩૨૦ સાથે ઝડપાયા હતા. ભોગાત ગામમાં બીજા દરોડામાં રાજાભાઈ નથુભાઈ લુણા, ખેરાજભાઈ કેશવભાઈ લુણા, ભુરૂભા રવુભા વાઢેર નામના ત્રણ શખસ રૂ।.૪૯૮૦ સાથે પકડાઈ ગયા હતા.

રાવલ ગામમાં પાડવામાં આવેલા દરોડામાં નાથાભાઈ સુકાભાઈ ગામી, રાજુ બાબુભાઈ ગામી નામના બે શખ્સ તીનપત્તી રમતા મળી આવ્યા હતા.

સલાયાના દખણાદાબારા ગામમાં બ્રિજરાજસિંહ ઉર્ફ કાળુભા જાડેજા, વિજયસિંહ કેશરજી જાડેજા, મહાવીરસિંહ લધુભા જાડેજા, મહિપતસિંહ અનોપસિંહ જેઠવા, નિર્મળસિંહ કનુભા જાડેજા, અજયસિંહ બહાદુરસિંહ જાડેજા, હરપાલસિંહ ઘેલુભા રાઠોડ, રાજદીપસિંહ મનુભા રાઠોડ નામના આઠ શખ્સ રૂ।.૨૩૭૯૦ રોકડા, બે મોબાઈલ સાથે પકડાઈ ગયા હતા.

ઓખાથી પોરબંદર તરફના રોડ પર એક શખ્સના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી સોમવારની રાત્રે પોલીસે હરેશ જગુભા મકવાણાના મકાનમાં દરોડો પાડ્યો હતો. ત્યાં નાલ આપી જુગાર રમતા મુળુભા ગજુભા ચમડીયા, લાજશી ખીમરાજ હાજાણી, અર્જુન ભોજાભા માણેક, મનુભા ઘેલુભા માણેક અને કાયદાથી સંઘર્ષિત એક કિશોર જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ।.૩૧૦૧૦ રોકડા, પાંચ મોબાઈલ મળી કુલ રૂ।.૬૬૦૧૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. તમામ છ સામે જુગારધારાની કલમ ૪, પ હેઠળ ગુન્હો નોંધાયો છે.

દ્વારકામાં ટીવી સ્ટેશન પાસે તીનપત્તી રમતા અનિલ રવજીભાઈ શુકલ, ઈશાક ઈબ્રાહીમ બોલીમ, ભૂપત ઘેલાભાઈ કારાણી, રાહુલ ખેંગારભાઈ માંગલીયા નામના ચાર શખ્સ રૂ।.૧૩૩૦૦ રોકડા તથા બે મોબાઈલ સાથે પકડાઈ ગયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh