Advertisement
Author: નોબત સમાચાર

ભત્રીજાના લગ્નમાંથી પરત જતાં બાઈકને મોટરની ટક્કરઃ મહિલાનું મૃત્યુ, પતિને ઈજા

ધ્રોલ નજીક મોડપર પાટીયા પાસે અકસ્માતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: ધ્રોલ નજીકના મોડપર ગામના પાટીયા પાસે શનિવારે રાત્રે એક મોટરે આગળ જતા બાઈકને ઠોકર મારતા થોરિયાળી ગામનું દંપતી ખંડિત થયું છે. બાઈક પરથી ફેંકાઈ ગયેલા મહિલાનું પતિની નજર સામે મૃત્યુ નિપજ્યંું છે. જ્યારે પતિને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકના પુત્રએ પોલીસમાં મોટરચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના થોરિયાળી ગામમાં વસવાટ કરતા ધીરજભાઈ કેશવજીભાઈ કોટડીયા નામના ૫૬ વર્ષના પ્રૌઢ તથા તેમના પત્ની દયાબેન ધીરજભાઈ કોટડીયા નામના ૫૩ વર્ષના પ્રૌઢા શનિવારે મોવૈયા ગામમાં યોજાયેલા કૌટુંબિક ભત્રીજાના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા પછી રાત્રે નવેક વાગ્યે નવેક વાગ્યે જીજે-૩-એનએસ ૭૨૫ નંબરના મોટર સાયકલમાં મોવૈયા ગામથી નીકળી થોરીયાળી ગામ તરફ જવા માટે રવાના થયા હતા.

આ દંપતી જ્યારે ધ્રોલ તરફના બેઠા પુલ પાસે મોડપર ગામના પાટિયા નજીક પહોંચ્યું ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલી જીજે-૩૬-એઆર ૧૬૫૨ નંબરની ઇનોવા મોટરના ચાલકે તે મોટરસાયકલને પાછળથી ઠોકર મારી હતી જેના પગલે મોટરસાયકલ પર જઈ રહેલા ધીરજભાઈ તથા દયાબેન ફંગોળાઈ ગયા હતા.

આ અકસ્માતમાં માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા દયાબેનનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ધીરજભાઈને માથા તેમજ અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી. આ પ્રૌઢને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત અંગે મૂળ થોરીયાળી ગામના અને હાલમાં રાજકોટના મવડીમાં ભક્તિધામ સોસાયટીમાં રહેતા રાજેશભાઈ ધીરજભાઈ કોટડીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મોટરચાલક સામે ગુન્હો નોંધી તેની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh