Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા નગરપાલિકામાં નવા સમાવિષ્ટ થયેલા ચારેય ગ્રામ્ય વિસ્તારો હજૂ પણ સુવિધાઓ વિહોણા

સુવિધાના વિકાસ કામો અંગે વિચાર કરવામાં પણ તંત્રની નિષ્ક્રિયતાઃ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૪: ખંભાળીયા શહેરનો વિસ્તાર નાનો હોય, ગ્રાન્ટો તથા વિકાસ માટે વિસ્તારો વધારવાની જરૂર હતી. નજીકના ગ્રામ્ય વિસ્તારોને ગ્રાન્ટો ઓછી આવતા વિસ્તારો ઘટાડવા હતા. બંનેને લાભ થાય તે માટે ખંભાળીયા નગરપાલિકામાં રામનગર, શક્તિનગર, ધરમપુર તથા હર્ષદપુર એમ ચાર ગ્રામ પંચાયતોના વિસ્તારોને ખંભાળીયામાં સમાવેશ કરાયો હતો. સરકારનો વિધિવત હુકમ આવી ગયો હતો. ગ્રામ પંચાયતમાંથી ખંભાળીયામાં ભળેલા વિસ્તારોના લોકો રાજી હતા કે હાશ ! હવે પાણી, રસ્તા, સ્ટ્રીટ લાઈટો મળશે, અને હોંશે હોંશે ન.પા.ની ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ચૂંટી કાઢયા, પણ વિસ્તારો ભળી જવાના એક વર્ષ પછી પણ સગવડો મળવાની તો એક બાજુ રહી, હજુ કાગળનું કામ ટેન્ડરીંગ પ્રક્રીયા પણ થઈ નથી.

ગ્રામ પંચાયતમાંથી શહેરમાં આવી જતા હવે ગ્રામ પંચાયતો સગવડ ભાંગીતૂટી આપતા તે પણ આપવામાં હવે 'ઊહું' કરે છે. ત્યારે હાલની ન.પા.ના અધિકારી અને પદાધિકારીના ઘર્ષણમાં એક વર્ષ થવા આવ્યું છતાં કંઈ દરખાસ્ત જ થઈ નથી !!

નવા ભળેલા વિસ્તારોમાં સૌથી મોટો પીવાના પાણીનો પ્રશ્ન છે. કેમ કે ધરમપુર, હર્ષદપુર, સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ ખેંચાય ત્યારે પાણીની કટોકટી થાય છે. હાલ એ જ સ્થિતિ આ વર્ષે વરસાદ ખેંચાતા થઈ છે. હજુ પાણીની મેઈન લાઈનો નાખવા અને સંપ બનાવવા, મેઈનથી નળ લાઈનો ઘર સુધી પહોંચાડવા કંઈ જ થયું તો નથી પણ કાગળ ઉપરની કાર્યવાહી કે ટેન્ડરીંગ પ્રક્રીયા પણ થઈ નથી. અત્યારે પણ જુની સ્થિતિમાં ન.પા. ગ્રામ પંચાયતની જેમ પીવાના પાણી ટેન્કરોથી આપે છે. વિશાળ જલરાશિવાળો નર્મદા ડેમ ચિક્કાર છે અને અહીં સુધી સૌની યોજના અને નર્મદાની પાઈપલાઈન પહોંચી ગયાને વર્ષો થયા છે ત્યારે પણ હજુ પીવાનું પાણી ટેન્કરોથી મળે છે. જે પૂરતું ના હોય દુષ્કાળમાં પણ વેચાતુ પાણી લેવા પૈસા ગરીબોને પણ ખર્ચવા પડે છે.

રસ્તાની વાત કરીએ તો રસ્તાના કામોનું તો આયોજન જ ના થયું હોય તેમ પણ ટેન્ડરો બહાર પડયા નથી કે નથી ખરાબ રસ્તા રીપેરીંગ થયા. એક વર્ષ થવા છતાં હજુ ગામડા જેવી સ્થિતિ આ વિસ્તારોની છે.

સ્ટ્રીટ લાઈટા ગ્રામ પંચાયતમાં હતી પાલિકાની નવી સ્ટ્રીટ લાઈટો નાખવા માટે હજુ નવા પોલ કે નવી લાઈનો નંખાઈ નથી જેથી સ્ટ્રીટ લાઈટો પણ નથી. જુની જે છે તે ચાલે છે. પાલિકાના કરોડોના લાઈટબીલો પણ બાકી છે !!

ડોર-ટુ-ડોર કચરો ઉપાડવા માટે બે-ત્રણ દિવસે ગાડી આવે તો આવે, બાકી જુના ન.પા. વિસ્તારને નવા વિસ્તારોમાં ક્યાંથી સફાઈ થાય ? પાલિકાની સામાન્ય સત્તાએ ઠરાવ કર્યો પણ હજુ વહીવટી પ્રક્રિયા થઈ જ નથી.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh