ખંભાળીયા તા. ૧૯ઃ ખંભાળીયા નગરપાલિકા દ્વારા નેશનલ અર્બન લાઈલીહુડ મિશન હેઠળ ઘર વિહોણા ગરીબ લોકો માટે આશ્રય સ્થાન બનાવવાનું આયોજન રૃા. બે કરોડ આડત્રીસ લાખના ખર્ચે કરવામાં આવ્યું છે.
વોર્ડ-૫માં રસ્તાના કામ શરૃ
ખંભાળીયા નગર૫ાલિકા દ્વારા અંતે વોર્ડ નં. પાંચમાં રસ્તાના કામને શરૃ કરવામાં આવ્યા છે. પાલિકા પ્રમુખ શ્વેતાબેન શુક્લ, ઉપપ્રમુખ પી.એમ.ગઢવી, પાલિકા સભ્ય દિનેશભાઈ દત્તાણી, યોગેશભાઈ મોટાણી, મનુભાઈ મોટાણી, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, જગુભાઈ ખેતીયા, ઈન્દ્રજીતસિંહ પરમાર, રવિરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.
સ્ટ્રીટ લાઈટનો સમય વધારો
શિયાળાની ઋતુના પ્રારંભે હાલ સૂર્યાસ્ત વહેલો થઈ જતો હોવાથી સાંજે છ વાગ્યાથી જ અંધારૃ થઈ જાય છે, અને સવારે ૭ વાગ્યા સુધી અંધારૃં રહે છે. આથી સ્ટ્રીટ લાઈટોના સમયમાં ફેરફાર કરી તેનો સમય વધારવા માંગણી ઉઠવા પામી છે.