જામનગરના ખારવા ચકલાના મેઈન રોડને બંધ કરાવાયા પછી ખોલવા માંગ

જામનગર તા. ૩૦ઃ જામનગરના ખારવા ચકલા વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો હતો.

પરંતુ અહીં વધારાનો વિસ્તાર બંધ કરવામાં આવ્યો છે. જે ખોલી આપવા મ્યુનિ. કમિશ્નર સમક્ષ રજુઆત કરવામાં આવી છે. જેઠાભાઈ સોલંકી (૬૫) ઘરમાં પડી જવાથી ઈજા પામ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમ્યાન તેમને કોરોના લાગુ પડ્યો હતો અને ત્યાર પછી બે કલાકમાં જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

જેઠાભાઈ સોલંકી ઘરેથી ગયા ત્યારે કોરોના ન હતો પરંતુ હોસ્પિટલની સારવાર દરમ્યાન કોરોનાગ્રસ્ત થયા હતા.  આમ છતાં તેમના સમગ્ર રહેણાંક વિસ્તારને બંધ કરી દેવામાં આવ્યો છે. જે ગેરવ્યાજબી છે.

આથી ખારવા ચકલાનો મેઈન રોડ ખુલ્લો કરી આપવો જોઈએ. તેવી રજુઆત અને માંગણી કોર્પોરેટર મનિષ કનખરા દ્વારા મ્યુનિ. કમિશ્નર સમક્ષ કરવામાં આવી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit