Advertisement
Author: નોબત સમાચાર

જોડીયાના બાલંભા ગામમાં પાણીની સમસ્યા અંગે મુખ્યમંત્રીને રજૂઆત

નિયમિત પાણી આપવા માંગઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના બાંલભા ગામમાં પાણીની સમસ્યા લોકોને સતાવી રહી છે. આ અંગે ગામના સરપંચ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે.

જોડીયા તાલુકાના બાલંભા ગામમાં ૪૦૦૦ની માનવ વસ્તિ છે. પરંતુ ગામમાં પીવાના પાણીની સમસ્યા વિકટ છે. બાલંભા અને આજુબાજુના ગામ માટે પીવાના પાણીનો અન્ય કોઈ સ્ત્રોત નથી. મોરાણા હેડવર્કથી પાણી આપવામાં આવે છે. પરંતુ છેલ્લા અનેક દિવસોથી નિયમિત પાણી વિતરણ થતું નથી. આથી ગામ માટે ફાળવવામાં આવેલો પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. આ અંગે ગામના સરપંચ દિનેશભાઈ ટાંકએ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh