Advertisement
Author: નોબત સમાચાર

ભાજપના ઈશારે એફઆઈઆર સામે કોંગ્રેસે જામનગરમાં ગાંધી પ્રતિમા સુધી માર્ચ યોજીઃ સૂત્રોચ્ચાર

ઉત્તરાખંડમાં કોંગી નેતા રાહુલ ગાંધી સામે ફરિયાદ કેમ નોંધાવીઃ કોંગ્રેસ

                                                                                                                                                                                                      

ભાજ૫ના ઈશારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે એફઆઈઆર નોંધાવવામાં આવી હોવાના આક્ષેપ સામે જામનગરમાં કોંગ્રેસ દ્વારા ગઈ સાંજે માર્ચ યોજવામાં આવી હતી. બંધારણીય મૂલ્યોના ગંભીર અપમાન સામે કાર્યવાહી કરવાના બદલે આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીના ઈશારે ઉત્તરાખંડમાં પોલીસ દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે ખોટી રીતે એફઆઈઆર નોંધવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં પોલીસ તંત્રનો રાજકીય દૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે ગંભીર ચિંતાનો વિષય છે. ભાજપ સરકારના ઈશારે કરવામાં આવતી આવી કાર્યવાહી લોકશાહી અને બંધારણના મૂળભૂત મૂલ્યોનુ હનન કરે છે. વિરોધનો અવાજ દબાવવાના બદલે બંધારણ અને લોકશાહીની રક્ષા કરવી જોઈએ. આ ખોટી ફરિયાદ પરત ખેંચવી જોઈએ અને ભાજપ,  આરએસએસ એ માફી માંગવી જોઈએ તેવી કોંગ્રેસે માંગ કરી છે. ગઈ સાંજે જામનગરમાં કોંગ્રેસ દ્વારા શહેર કાર્યાલય ટાઉનહોલથી ગાંધીજીના બાવલા સુધી માર્ચ યોજી હતી. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, કોર્પોરેટર સહારાબેન મકવાણા, તૌસીફખાન પઠાણ, રવિરાજસિંહ ગોહિલ સહિતના આગેવાનો, કાર્યકરો જોડાયા હતાં અને પ્લેકાર્ડ પ્રદર્શન કરી વિરોધ કર્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh