Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અકળ કારણથી ઝેરી દવા પી લેનાર યુવાનનું મોતઃ
જામનગર તા. ૧૧: જામનગરના સેતાવાડ વિસ્તારમાં રહેતા એક યુવાને અકળ કારણથી સપ્તાહ પૂર્વે ઝેરી દવા પી લીધા પછી તેઓનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. જ્યારે રાવલ ગામના એક વૃદ્ધે પોતાના પુત્રની બીમારીથી ચિંતિત થયા પછી ગઈકાલે ગળાટૂંપો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે.
જામનગરના સેતાવાડ વિસ્તારમાં આવેલા જીવાસેતાના ડેલામાં રહેતા મહમદહુસેન હાજીભાઈ કોરેજા નામના ૪૮ વર્ષના સેતા યુવાને ગઈ તા.૪ની રાત્રે અગિયારેક વાગ્યે કોઈ અકળ કારણથી પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેની જાણ થતાં આ યુવાનને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આઇસીયુ વોર્ડમાં સારવાર માટે રહેલા મહમદહુસેન કોરેજાનુ શનિવારે સાંજે મૃત્યુ નીપજ્યું છે. જાવેદ મોહમ્મદહુસેન કોરેજાએ પોલીસને જાણ કરી છે. પોલીસે આત્મહત્યાનંુ કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં રહેતા પોલાભાઈ કારાભાઈ ગામી (ઉ.વ.૮૦) નામના વૃદ્ધના પુત્રને દસેક વર્ષથી કેન્સરની બીમારી લાગુ પડી હતી. આ યુવાને બે વખત ઓપરેશન કરાવ્યું હોવા છતાં સારૂ થતું ન હોવાથી પુત્રની ચિંતા કરતા રહેતા પોલાભાઈએ ગઈકાલે સવારે પોતાના ઘરે દોરડા વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. રામાભાઈ પોલાભાઈ ગામીએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial