જામનગરની યુવતીનું એસીડ પીધા પછી સારવારમાં મૃત્યુ

જામનગર તા. ૧૯ઃ જામનગરના નારાયણનગરમાં રહેતા એક યુવતીએ ગઈકાલે કોઈ કારણસર એસીડ પી લેતા તેણીનું ટુંકી સારવારના અંતે મૃત્યુ નિપજ્યું છે.

જામનગરના ગુલાબનગર સામે આવેલા નારાયણ નગરમાં રહેતા જીજ્ઞાબેન હેમતભાઈ પરમાર (ઉ.વ. ૨૫) નામના સતવારા યુવતીએ ગઈકાલે એસીડ પી લીધુ હતું. તેણીને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી. બેભાન બની ગયેલા આ યુવતીને સારવાર આપવામાં આવી હતી. પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલાં તેણીનું મૃત્યુ નિપજ્યું છે. ડો. એચ.કે. આચાર્યએ પોલીસને જાણ કરી છે.

close
Ank Bandh
close
PPE Kit