મિયાત્રામાં બાળકીનું ભેદી રીતે મૃત્યુઃ માતાએ ખાધો ગળાફાંસો

જામનગર તા. ૧૩ઃ જામનગરના મિયાત્રા ગામમાં રહેતા એક ગરાસીયા યુવકની નવ મહિનાની પુત્રીનું ગઈકાલે ભેદી સંજોગોમાં મૃત્યુ થયું છે. આ બાળકીની માતા ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી છે. જેને સારવાર આપવામાં આવી રહી છે. પોલીસે બનાવની તપાસ આરંભી છે જ્યારે રામેશ્વરનગરમાં બાથરૃમમાં પડી ગયેલા પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે.

જામનગર તાલુકાના મિયાત્રા ગામમાં રહેતા મનુભા રણજીતસિંહ કેર નામના ગરાસીયા યુવાનની નવ મહિનાની પુત્રી આરાધના ગઈકાલે પોતાના ઘેર બેભાન જેવી લાગતા આ બાળકીને દવાખાને ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી. આ બાળકીનું મૃત્યુ થયું છે. પોલીસે પિતાનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.  આ બાળકીની માતા કિરણબેન સાથે મનુભાએ થોડા સમય પહેલાં લગ્ન કર્યા હતાં. ત્યારપછી આ બાળકીનું ગઈકાલે ભેદી સંજોગોમાં મૃત્યુ થયું છે અને તેની સાથે જ તેની માતા ઘરમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હોય પોલીસે તેણીને નીચે ઉતારી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડી  ઉંડાણપૂર્વકની તપાસ શરૃ કરી છે.

જામનગરના રામેશ્વર નગર ૫ાછળ આવેલી શિવમ્ સોસાયટીમાં રહેતા ગણપતસિંહ બાલુભા જાડેજા (ઉ.વ. ૫૪) નામના પ્રૌઢ શનિવારે રાત્રે પોતાના ઘેર હતા ત્યારે કુદરતી હાજત માટે બાથરૃમમાં ગયા પછી કોઈ રીતે બેભાન થઈ પડી જતા તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેઓનું મળત્યુ નિપજ્યાનું જયરાજસિંહ પથુભા જાડેજાએ જાહેર કર્યું છે. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી કરી છે.

close
Ank Bandh 26 January
close
PPE Kit