પાક.ના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફની તબિયત બગડતા દુબઈની હોસ્પિટલમાં

નવી દિલ્હી તા. ૩ઃ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિની તબિયત લથડતા તેમને દુબઈની હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાના અહેવાલો મળી રહ્યાં છે.

પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફની તબિયત બગડતા દુબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુશર્રફ હ્યદય અને બ્લડ પ્રેશર સંબંધિત બિમારીનો સામનો કરી રહ્યાં છે અને છેલ્લા ત્રણ-ચાર વર્ષથી દુબઈમાં જ રહે છે.

અત્રે ઉલ્લેખીય છે કે, કેટલાક દિવસ અગાઉ પરવેઝ મુશર્રફને થોડા સમય અગાઉ જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેઓ વર્ષ-ર૦૧૬ થી પાકિસ્તાનથી બહાર દુબઈમાં વસવાટ કરે છે. પરવેઝ મુશર્રફ સામે પાકિસ્તાનની અનેક અદાલતોમાં કેસ ચાલી રહ્યાં છે. થોડા દિવસ અગાઉ જ એક અદાલતને તેમની સામે દેશદ્રોહનો કેસ ચલાવવા આદેશ કર્યો હતો. પરંતુ બાદમાં ઈમરાન સરકાર તરફથી આ આદેશને અટકાવવા માંગ કરવામાં આવી હતી.

બીજી બાજુ પરવેઝ મુશર્રફ એવી દહેશત પણ વ્યક્ત કરી ચૂક્યા છે, કે જો તેઓ પાકિસ્તાન પાછા આવશે તો તેમની ધરપકડ કરી જેલમાં પૂરી દેવામાં આવશે અને અનેક કેસ ચલાવવામાં આવી શકે છે.

close
Ank Bandh 26 January
close
PPE Kit