લોકસભામાં ડુંગળીના ભાવ મુદ્દે હોબાળોઃ વિપક્ષના નિશાને મોદી

નવી દિલ્હી તા. ૩ઃ લોકસભામાં આજે ડુંગળીના વધેલા ભાવ મુદ્દે હોબાળો થયો હતો. અને કોંગ્રેસના નેતા અધિરરંજન ચૌધરીએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું.

સંસદના શિયાળુ સત્રનો આજે ૧રમો દિવસ છે. ત્યારે લોકસભામાં ડુંગળી અંગે હોબાળો થયો છે. પ્રશ્નકાળ બાદ વિપક્ષના સાંસદોએ હોબાળો કર્યો છે. કોંગ્રેસ સાંસદ અધીરરંજન ચૌધરીએ સીધું પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે, દેશમાં ડુંગળીની કિંમત વધતી જઈ રહી છે. દેશના ઘણા શહેરોમાં ડુંગળીના એક કિલોના રૃપિયા ૧૦૦ ને પાર થઈ ગયા છે. પીએમ કહે છે કે, તેઓ પોતે ડુંગળી નથી ખાતા અને ખાવા પણ નહીં દે, અધીરરંજને કહ્યું કે અમે એવું નહીં કહીએ કે પી.એમ. મોદી ખાઈ જાય છે, પણ વચેટીયાઓ ખાઈ જાય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાજયસભામાં સ્પેશ્યલ પ્રોટેકશન ગ્રુપ સુધારણા બીલ રજૂ કરશે. આ બિલ લોકસભામાં પાસ થઈ ચૂક્યું છે. પણ ઉપલા ગૃહમાં પાસ થવાનું હજું બાકી છે. કેન્દ્ર સરકરે એસપીજી બિલમાં ફેરફાર કર્યા છે. કોંગ્રેસ પાર્ટી આ ફેરફારનો વિરોધ કરી રહી છે. આ બિલ માટે તેમણે ગૃહમાં મોટો હોબાળો પણ કર્યો હતો. લોકસભામાં ગૃહ મંત્રી અમિત શાહને સવાલ કરાયો કે, તમે દુષ્કર્મના આરોપીઓને કડક સજા આપવાની વાત કરો છો પણ તમે બીઅંત સિંહના હત્યારા બલવંત સિંહની ફાંસી માફ કરી દીધી છે. તેના જવાબમાં તેમણે કહ્યું કે, મીડિયા રિપોર્ટસ પર ધ્યાન ન આપો ફાંસીની સજાને માફ કરાઈ નથી. લોકસભામાં અમિત શાહે જ્યારે આ બીલને રજુ કર્યું ત્યારે ઘણો વિવાદ સર્જાયો હતો. અમિત શાહે બીલ રજુ કર્યા બાદ કોંગ્રેસ પાર્ટી તરફથી મનીષ તિવારીએ આ બીલ પર તેમની વાત મૂકી હતી અને ગાંધી પરિવારની સુરક્ષા હટાવવાના મુદ્દાને રાજકારણથી પ્રેરિત મુદ્દો ગણાવ્યો હતો. બીલને રજુ કરતા અમિત શાહે જાહેરાત કરી હતી કે નવા બીલ હેઠળ એસપીજી સુરક્ષા માત્ર વડાપ્રધાન સુધી સીમિત રહેશે, આ સુરક્ષા વડાપ્રધાન સિવાય પદ પરથી હટ્યા પછી પૂર્વ વડાપ્રધાન પાસે પાંચ વર્ષ સુધી રહેશે. આ દરમિયાન વડાપ્રધાનના પરિવારને પણ આ સુરક્ષા મળશે. આ બીલમાં ફેરફાર બાદ જ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પાસેની એસપીજી સુરક્ષા હટાવી લેવાઈ હતી, જ્યારે હવે તેમની સુરક્ષા સીઆરપીએફ કરશે.

close
Ank Bandh
close
PPE Kit