Advertisement
Author: નોબત સમાચાર

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન બ્રિકસ સમિટમાં હાજરી આપવા પહોંચ્યા દિલ્હીઃ સ્વાગત કરાયુ

આજે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૧: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બ્રિકસ સમિટ ૨૦૨૬માં ભાગ લેવા માટે ભારત પહોંચ્યા છે. પુતિન શુક્રવારે દિલ્હીના પાલમ એરફોર્સ સ્ટેશન પહોંચ્યા હતા. ભારત પહોંચવા પર વિદેશ રાજ્યમંત્રી કીર્તિક વર્ધનસિહે તેમનું સ્વાગત કર્યું.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન મધ્યરાત્રિ પછી દિલ્હીના પાલમ એરફોર્સ સ્ટેશન પહોંચ્યા હતા. ભારત પહોંચતા વિદેશ રાજ્યમંત્રી કીર્તિક વર્ધન સિંહે તેમનું સ્વાગત કર્યું.

પુતિનના પ્રવાસને લઇને રાજધાની દિલ્હીમાં સુરક્ષાની સખત વ્યવસ્થા કરવામાં આવી છે. તેઓ બ્રિકસ સમિટમાં ભાગ લેવાની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે મુલાકાત કરશે. બન્ને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય મુદ્દા પર વાતચીત થશે. છેલ્લા ૯ મહિનામાં પુતીનનો આ બીજો ભારત પ્રવાસ છે.  આની પહેલા તેઓ ૫ ડિસેમ્બર ૨૦૨૫ના ભારત આવ્યા હતા.

પુતિનના દિલ્હી પહોંચતા પહેલા જ સુરક્ષા એજન્સીઓએ તૈયારીઓ પૂર્ણ કરી લીધી હતી. એરપોર્ટથી હોટેલ અને ત્યારબાદ ભારત મંડપમ જવાના તેમના રસ્તાઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.

પુતિનના રોકાવાની શક્યતા હોય તેવી હોટેલમાં સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હોટેલ અને તેની આસપાસ અનેક સ્તરો પર સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. રશિયન સુરક્ષા ટીમ પણ અગાઉથી જ દિલ્હી પહોંચી ચૂકી છે. આ ટીમે હોટેલ અને આસપાસના વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું છે.

પુતિનની હોટેલમાં ચાર સ્તરનું સુરક્ષા કવચ તૈયાર કરવામાં આવ્યું છે. સૌથી અંદર ક્લોઝ પ્રોટેક્શન ટીમ એટલે કે સીપીટી રહેશે. આ ટીમ રાષ્ટ્રપતિની નજીકની સુરક્ષા સંભાળશે. ત્યારબાદ દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ તૈનાત રહેશે. ત્રીજા સ્તરમાં દિલ્હી પોલીસના કમાન્ડો અને અર્ધલશ્કરી દળોના જવાનો રહેશે. સૌથી બહારના સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સ્થાનિક પોલીસની રહેશે. હોટેલના કર્મચારીઓની પણ તપાસ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ દરેક સ્તરે નજર રાખી રહી છે.

પુતિનની સાથે રશિયાની પોતાની સુરક્ષા ટીમ પણ હાજર રહેશે. જેમાં કમાન્ડો અને સુરક્ષા અધિકારીઓ સામેલ છે. આ જવાનો રાષ્ટ્રપતિની અવરજવર (મુવમેન્ટ) દરમિયાન તેમની આસપાસ સુરક્ષા ઘેરો બનાવી રાખશે.

પુતિનની સંભવિત હોટલમાં એક એડિશનલ ડીસીપી અને બે એસીપીને અલગ અલગ શિફટમાં તૈનાત કરવામા આવ્યા છે. રશિયાના સુરક્ષા અધિકારીઓએ ભારતીય એજન્સી સાથે મળી તૈયારીની સમીક્ષા કરી હતી.

ભારતના પ્રવાસ દરમ્યાન પુતિન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. બન્ને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત શુક્રવારે સંરક્ષણ, વેપાર અને આર્થિક સહયોગ સહિત અનેક મુદ્દે ચર્ચા થઇ શકે છે.

ભારત આ વર્ષે બ્રિક્સની અધ્યક્ષતા કરી રહૃાું છે. નવી દિલ્હીમાં યોજાનારી બેઠકમાં આર્થિક સહયોગ અને વૈશ્વિક મુદ્દે ચર્ચા થશે. પુતિનનું ભારત આગમન આ શિખર સમ્મેલન પહેલા હાઇ પ્રોફાઇલ આગમન છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh