અગમ્ય કારણથી નગરની પરિણીતા સહિત બેએ ખાઈ લીધા ગળાફાંસા

જામનગર તા. ૧૭ઃ જામનગરના પાણાખાણમાં રહેતી એક પરિણીતાએ ગઈકાલે અગમ્ય કારણસર ગળાફાંસો ખાઈ લીધો છે જ્યારે કાલાવડના એક યુવાને આત્મહત્યા વ્હોરી છે અને મોડીરાત્રે હરિયા કોલેજ પાસે રેલવે ટ્રેક પર ટ્રેન આડે પડતું મૂકી નગરના યુવાને મોત મીઠું કરી લીધું છે.

જામનગરના ગોકુલનગર ૫ાણાખાણમાં રહેતા લક્ષ્મીબેન રમેશભાઈ કસેરા (ઉ.વ. ૧૯) નામના પરિણીતાએ ગઈકાલે સાંજે કોઈ અગમ્ય કારણથી પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની તેમના પાડોશીને જાણ થતા ૧૦૮ને વાકેફ કરાઈ હતી. દોડી આવેલી એમ્બ્યુલન્સના સ્ટાફે આ મહિલાને નીચે ઉતારી ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતાં. પીએસઆઈ કે.સી. વાઘેલાએ મૃતદેહનું પીએમ કરાવ્યું છે. આ પરિણીતાના લગ્નને અઢી વર્ષ થયા હોય એએસપીને બનાવની જાણ કરાઈ છે. કાલાવડના વોરાવાડમાં રહેતા કુત્બુદીન અફઝલભાઈ સાદીકોટ નામના ૧૮ વર્ષના વ્હોરા યુવાને ગઈકાલે બપોરે ૧૨ વાગ્યે પોતાના ઓરડામાં જઈ બારણું બંધ કરી લીધા પછી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જેની તેમના પરિવારને બપોરે ૨ વાગ્યે જાણ થઈ હતી. આ યુવાનનું મૃત્યુ થયું છે. પોલીસે અબ્બાસ સાદીકોટનું નિવેદન નોંધ્યું છે.

શહેરના શંકરટેકરી નજીકના સિધ્ધાર્થ કોલોની વાળા કમલેશભાઈ જેન્તિભાઈ પરમાર નામના ૨૦ વર્ષના યુવાન ગઈરાત્રે હરિયા કોલેજ નજીક રેલવે ટ્રેક પર પહોંચી ગયા હતાં જ્યાં તેઓએ ટ્રેન આવવાની રાહ જોયા પછી સાડા બારેક વાગ્યે પસાર થયેલી ટ્રેન હેઠળ ઝંપલાવી દઈ આત્મહત્યા કરી લીધી છે. મૃતકના ભાઈ હસમુખ પરમારે પોલીસને જાણ કરી છે.

close
Ank Bandh
close
PPE Kit