ખંભાળીયામાં બ્રહ્મ રત્નોનો સન્માન સમારોહ

ખંભાળીયા તા. ૧૩ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાં બ્રાહ્મણ યુવાન તથા યુવતીઓ દ્વારા વિશિષ્ટ કાર્યો તથા સિદ્ધિઓ મેળવેલી હોય, વિશિષ્ટ વ્યક્તિઓનું રાજયમંત્રી હકુભા જાડેજા તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખાસ શિલ્ડ સાથે બહુમાન કરવામાં આવ્યું હતું. ભાણવડના સામાજિક કાર્યકર તથા સર્પવિદ અશોકભાઈ રમેશભાઈ ભટ્ટ, પત્રકાર મુકેશભાઈ મોકરીયા, કલાકાર ચાંદનીબેન ખેતિયા, સી.એ. પાયલબેન ખેતીયા, યશવર્ધન વ્યાસ (સામાજિક કાર્યો), શ્યામ મોઢા (તેજસ્વી છાત્ર), ઈશાબેન શુકલ (સંસ્કૃત વિશેષ), ઉમંગ ખેતીયા (કલાકાર) ને તથા અજય શશીભાઈ બારોટ (ફિલ્મ એડમેકર) ને બ્રહ્મ રત્નનો એવોર્ડ આપી સન્માનિત કરાયા હતાં.

આ સન્માન કાર્યક્રમમાં ભાનુપ્રસાદ ખેતીયા, જિ.પં. પ્રમુખ પી.એસ. જાડેજા, બ્રહ્મ અગ્રણીઓ હિતેન્દ્રભાઈ આચાર્ય, નિલેશભાઈ આચાર્ય, પ્રકાશભાઈ પંડ્યા, જિ.પં. શાસક નેતા મયુરભાઈ ગઢવી, જેન્તિભાઈ નકુમ, પાલિકા પ્રમુખ શ્વેતાબેન શુકલ, પૂર્વ ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન વ્યાસ તથા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં સ્વામી. સોશ્યલ ગ્રુપના સંદીપભાઈ ખેતિયા તથા ભાનુપ્રસાદ ખેતિયા તથા પરિવાર દ્વારા હકુભાનું ભવ્ય સન્માન કરાયું હતું તથા સાચા અર્થમાં હકુભા ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હોવાનું જણાવી જુની યાદો તાજી કરી હતી. સમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદના મંત્રી ચેતનભાઈ ઠાકર, પ્રદેશ યુવા પ્રમુખ પંકજભાઈ રાવલ, મુકેશભાઈ જાની, દિનેશભાઈ જોશી, નિલેશભાઈ આચાર્ય, પ્રકાશભાઈ પંડ્યા, દિનેશભાઈ ભટ્ટ, દિલીપભાઈ વ્યાસ, શૈલેષભાઈ ખેતીયા, વિજયભાઈ બુજડ, જગદીશભાઈ ખેતીયા, જામનગર બ્રહ્મ સમાજના પ્રમુખ વાસુભાઈ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમનું સંચાલન મનસુખભાઈ ઠાકરે અને આભારદર્શન હરેશભાઈ ભટ્ટે કર્યુ હતું. હેતલભાઈ બોડા, શશીભાઈ બારોટ, રવિભાઈ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit