Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઝઘડાનું સમાધાન થયા પછી પણ માર માર્યાે:
જામનગર તા. ૨૭: જામનગરના મોમાઈનગરમાં રહેતા એક વિદ્યાર્થીને મંગળ વારે ચાર શખ્સે માર મારવા ઉપરાંત જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા પોલીસમાં ફરિયાદ થઈ છે. થોડા કલાક પહેલાં થયેલા ઝઘડાનું સમાધાન થઈ ગયા પછી પણ આ યુવાન પર હુમલો કરાયો હતો.
જામનગરના ગાંધીનગર નજીકના મોમાઈનગરની શેરી નં.પમાં રહેતા ઉદય નિલેશભાઈ ગંગેરા નામના વિદ્યાર્થીને મંગળવારે વિદ્યાસાગર કોલેજ પાસે રોકી લઈ રામેશ્વરનગરમાં રહેતા મનદીપસિંહ ગોહિલ તથા ધરારનગરવાળા સુજાદ ખફીએ ગાળો ભાંડ્યા પછી ઉદયના મિત્ર રઈશ મલેકની હાજરીમાં જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા પછી મનદીપે કમરપટાથી અને સુજાદે ઢીકાપાટુથી માર માર્યાે હતો.
ત્યારપછી બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું હતું અને સાંજે આઠેક વાગ્યે ઉદય જ્યારે પોતાના ઘર તરફ જતો હતો ત્યારે ગાંધીનગર રોડ પર નવી કોર્ટ નજીક મનદીપ, સુજાદ, ખોડિયાર કોલોનીમાં રહેતા રોનક ખફી તથા અદનાન સુમરાએ રોકી લઈ ફરીથી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ગાળો ભાંડવા ઉપરાંત ફડાકા ઝીંકી માર માર્યાે હતો. પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ચારેય શખ્સ સામે ગુન્હો નોંધી તપાસ આદરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial