નવી દિલ્હી તા. ૩ઃ ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-ર ના વિક્રમ લેન્ડરનો કાટમાળ ત્રણ ટૂકડામાં દેખાયો હોવાનો દાવો 'નાસા'એ તસ્વીરો સાથે કર્યો છે.
અમેરિકાની અવકાશ એજન્સી નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (એનએએસએ) એ ટ્વિટ કરીને માહિતી આપી છે કે તેમના લૂનર રિકનેન્સેસ ઓર્બિટર (એલઆરઓ) એ ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-ર ના વિક્રમ લેન્ડરને શોધી કાઢ્યું છે. નાસાના દાવા અનુસાર ચંદ્રયાન-ર ના વિક્રમલેન્ડરનો કાટમાળ તેની ક્રેશ સાઈટથી ૭પર મીટર દૂર મળ્યો છે. કાટમાળના ત્રણ સૌથી મોટા ટૂકડા ૨ ટ ૨ પિક્સલના છે.
નાસાએ રાત્રે લગભગ ૧.૩૦ વાગ્યે વિક્રમ લેન્ડરના ઈમ્પેક્ટ સાઈટની તસ્વીર જાહેર કરી અને જણાવ્યું કે તેમના ઓર્બિટરને વિક્રમ લેન્ડરના ત્રણ ટૂકડા મળ્યા છે. નાસાના જણાવ્યા અનુસાર વિક્ર લેન્ડરની તસ્વીર એક કિલોમીટર દૂરથી લીધી છે. આ તસ્વીરમાં સોઈલ ઈમ્પેક્ટ પણ દેખાય છે. તસ્વીરમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે ચંદ્રની સપાટી પર જ્યાં વિક્રમ લેન્ડર ક્રેશ થઈને પડ્યું હતું ત્યાં સોઈલ ડિસ્ટર્બન્સ (માટીમાં હલચલ) થઈ છે.
અત્રૈ ઉલ્લેખનિય છે કે, ચંદ્રયાન-ર મિશન રર જુલાઈના લોંચ કરવામાં આવ્યું હતું. ૧૪ મી ઓગસ્ટના લેન્ડર અને રોવરે પૃથ્વીની કક્ષા છોડી હતી. ૬ દિવસ પછી તેણે ચંદ્રમાની કક્ષામાં પ્રવેશ કર્યો હતો. ર સપ્ટેમ્બરના વિક્રમ લેન્ડર ઓર્બિટરથી અલગ થયું હતું. મિશન પ્રમાણે લેન્ડરને રાત્રિના ૧ થી ર વાગ્યા વચ્ચે લેન્ડ થવાનું હતું, પરંતુ આ અગાઉ ઈસરોનો લેન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ઈસરોએ ગત્ ૭ સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાના ર.૧ કિ.મી. પહેલા જ વિક્રમ લેન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.