Advertisement
Author: નોબત સમાચાર

જ્ઞાન-વિજ્ઞાનના મહાસાગરમાં જ્ઞાનરૂપી મોતીઓનો અખૂટ ખજાનો એટલે 'જ્ઞાનપાઠશાળા' મેગેઝિન

અમદાવાદની પ્રકાશન સંસ્થા ફાઈવ-જી પબ્લિકેશન દ્વારા પ્રકાશિત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: અમદાવાદની જાણીતી પુસ્તક પ્રકાશન સંસ્થા ફાઈવ-જી પબ્લિકેશન દ્વારા સાયન્સ, ટેક્નોલોજી અને જનરલ નોલેજથી ભરપૂર એક અનોખું ગુજરાતી માસિક મેગેઝિન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેનું નામ જ્ઞાન પાઠશાળા છે. આ મેગેઝિન જ્ઞાનથી ભરપૂર છે. દર મહિને પ્રસિદ્ધ થતું જ્ઞાન પાઠશાળા મેગેઝિન રાજકોટ, જામનગર, સૌરાષ્ટ્ર પંથક અને ગુજરાતમાં ટૂંક જ સમયમાં વાચકોમાં ખૂબજ લોકપ્રિય થઈ ગયું છે. 'જ્ઞાન પાઠશાળા' સામયિક ખાસ કરીને લાયબ્રેરીના નિયમિત વાચકો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા ઉમેદવારોને ધ્યાનમાં રાખીને જ તૈયાર કરવામાં આવ્યું છે. આ સામયિકમાં જ્ઞાન, વિજ્ઞાન, લેટેસ્ટ ટેકનોલોજી નવી શોધો, અદ્ભુત વૈજ્ઞાનિક રહસ્યો, વિશ્વભરની રસપ્રદ માહિતી, જનરલ નોલેજ અને કરંટ અફેર્સ જેવા વૈવિધ્યસભર વિષયો પર ઊંડાણપૂર્વકની અને સરળ શૈલીમાં માહિતી પીરસવામાં આવે છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને શિક્ષકોને શૈક્ષણિક કાર્યમાં મદદરૂપ થનારું દર મહિને પ્રસિદ્ધ થતું *જ્ઞાન પાઠશાળા* સામયિક શિક્ષકો માટે વર્ગખંડમાં ભણાવતી વખતે એક ઉત્તમ અને વિશ્વસનીય સંદર્ભ સાહિત્ય તરીકે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

આ સામયિકમાં વાચકોને શ્રીમદ્ ભગવદ્ ગીતાના ૧૮ અધ્યાયમાં કહેવામાં આવેલી વાતોનું મૂલ્યવાન જ્ઞાન મળે અને તેમાંથી વાચકો જીવનના પાઠ શીખે તે હેતુથી ગીતા સાર નામની વિશેષ કોલમ આપવામાં આવે છે. પઝલ સફારી અને જ્ઞાન કસોટી વિભાગો દ્વારા વિદ્યાર્થીઓના ગણિત કૌશલ્યમાં અને સામાન્ય જ્ઞાનમાં રસપ્રદ રીતે નોંધપાત્ર વધારો થશે. શિક્ષકો, વિદ્યાર્થીઓને દેશ અને દુનિયાની વર્તમાન તથા ઐતિહાસિક માહિતી મળી રહે તે માટે 'જ્ઞાન ચક્ર, જ્ઞાન સરિતા' જ્ઞાન શાળા અને જ્ઞાન જિજ્ઞાસા જેવા માહિતીસભર વિભાગો પણ નિયમિતપણે આપવામાં આવે છે. સામયિકમાં આવતા દરેક વિષયની સરળ ગુજરાતી ભાષામાં સમજાવતી આકૃતિઓ આ સામયિકનું જમાપાસું છે જે શિક્ષકો અને વિદ્યાર્થીઓને ખૂબજ ઉપયોગી નીવડશે.

શાળાના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને જ્ઞાન વૃદ્ધિ માટે, તેમજ શિક્ષકોને સહાયરૂપ થતાં ગ્લોસી ઇમ્પોર્ટેડ પેપરમાં પ્રસિદ્ધ થતાં ઉત્તમ વાચનસામગ્રીથી ભરપૂર આ સામયિકની કિંમત ફક્ત ૫૦ રૂપિયા છે. આ સામિયકનું સૂત્ર છે જય જ્ઞાન,જય વિજ્ઞાન,અને જય અનુસંધાન જેને આ સામયિકના તંત્રી અને સામયિકની ટીમે સુપેરે સાર્થક કરી બતાવ્યુ છે. આ મેગેઝિન પ્રાપ્ત કરવા માટે સંપર્ક નંબર ૮૫૧૧૭૯૨૯૦૮ જાહેર કરાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh