Advertisement
Author: નોબત સમાચાર

સ્વયંભુ કનકેશ્વર મહાદેવને પુષ્પોના દિવ્ય દર્શનઃ હજારો ભાવિકોએ લાભ લીધો

જોડીયા-બાદનપર નજીક આવેલા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જોડિયા બાદનપર નજીક આવેલ પ્રાચીન મંદિર શ્રી સ્વયંભુ કનકેશ્વર મહાદેવ મંદિરમાં આખો શ્રાવણમાસ જોડિયા બાદનપર કૂનડ આજુબાજુના ગામોમાંથી વ્હેલી સવારે શ્રી કનકેશ્વર મહાદેવદાદાની પૂજા અર્ચના કરવા આવે છે દાદાની પૂજા કરીને તન મનને શાંતિ મેળવે છે સ્વયંભુ શ્રી કનકેશ્વર મહાદેવનો અનોખો મહાત્મ્ય છે. શ્રાવણ વદ આઠમને જન્માષ્ટમીના સ્વયંભુશ્રી કનકેશ્વર મહાદેવદાદાના મંદિરને પુષ્પોથી સજાવટ કરીને અનોખા શણગાર દર્શન કરવામાં આવે છે અને જન્માષ્ટમીના સવારથી બપોર સુધી માનવમેળો ભરાય છે જોડિયા તાલુકાના ગામડામાંથી ભાવિકો દાદાના દર્શનાથે પધારે છેે. આખો માસ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો ભકિતભાવ પૂર્વક ઉજવાય છે. હર હર મહાદેવના નારાથી શિવાલય મંદિર ગુંજી ઉઠે છે ધ્વજા રોહણવિધિ, રૂદ્રી અભિષેક જેવા ધાર્મિક કાર્યકમો ભક્તજનો દ્વારા યોજાય છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh