જૈન કન્યા વિદ્યાલયમાં શિક્ષક દિનની ઉજવણીઃ ઈનામ વિતરણ

જામનગર તા. ૧૧ઃ જામનગરના જૈન કન્યા વિદ્યાલયમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. શાળાની બાળાઓએ શૈક્ષણિક કાર્યની જવાબદારી સંભાળી હતી. આચાર્યા તથા શિક્ષિકા બહેનોએ માર્ગદર્શન આપ્યું હતું. પર્યુષણ પર્વમાં જે બાળાઓએ તપસ્યા કરી હતી તેઓને રોકડ પુરસ્કાર આપી સન્માનવામાં આવ્યાં હતાં. શાળા કમિટીના કલાબેન શાહ, સૂર્યાબેન શાહ, નિલમબેન શાહ, શાંતાબેન શાહ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમને સફળ બનાવવા હીનાબેન હરિયાએ જહેમત ઉઠાવી હતી.

close
Ank Bandh
close
PPE Kit