Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઠ ટાવર સળગ્યાઃ વયોવૃદ્ધ લોકો સૌથી વધુ રહેતા હોવાથી મૃતાંક સતત વધી રહ્યો છેઃ ઈન્કવાયરી બેસશે
હોંગકોંગ તા. ર૭: હોંગકોંગના તાઈ પો વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી, જેનાથી આખું શહેરને હચમચી ઊઠ્યું હતું. વાંગ ફુક કોર્ટ નામનો એક વિશાળ હાઉસીંગ કોમ્પ્લેક્સ, જેમાં ૪,૦૦૦ થી વધુ રહેવાસીઓ રહે છે, જેમાં મોટી સંખ્યામાં ૬પ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ લોકો હતાં. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે ઘણાં ટાવર ધૂમાડા અને આગમાં લપેટાઈ ગયા હતાં. અત્યાર સુધીમાં ૪૪ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે ર૭૯ હજુ પણ ગુમ છે. આ આગ ૧૯૪પ પછી હોંગકોંગની સૌથી ઘાતક સાબિત થઈ રહી છે. આઠ ટાવરવાળી આ મોટી સોસાયટીમાં નવીનિકરણનું કામ ચાલી રહ્યું હતું અને વાંસના પાલખને કારણે આગ ઝડપથી સાત ટાવરમાં ફેલાઈ ગઈ. પોલીસે બેદરકારી બદલ ત્રણ લોકોની ધરપકડ કરી છે, અને ૧૬ કલાક પછી પણ આગ બુઝાવવાની કામગીરી ચાલુ હતી.
સ્થાનિક સમય મુજબ ફાયર વિભાગને પહેલો કોલ ગઈકાલે બપોરે ૩ વાગ્યાની આસપાસ મળ્યો હતો. આગ વાંગ ચેઓંગ હાઉસમાં લાગી હતી, જે ૩ર માળની ઈમારત છે. જે હાલમાં નવીનિકરણ હેઠળ છે. આખો ટાવર ઊંચા વાંસના પાલખથી ઢંકાયેલો હતો અને આગ પહેલા આ માળખાને ઘેરી લે છે. થોડીવારમાં સળગતું વાંસનું માળખુ તૂટી પડવાનું શરૂ થયું, જે અન્ય ટાવરોમાં ફેલાઈ ગયું. આઠ ટાવર બ્લોકમાંથી સાત આગમાં લપેટાઈ ગયા.
અગ્નિશામકોએ આગને કાબૂમાં લેવા માટે ઘણાં કલાકો સુધી પ્રયાસ કર્યા. ૧ર૮ ફાયર ટ્રક, પ૭ એમ્બ્યુલન્સ અને આશરે ૮૮૮ બચાવ ટીમના સભ્યો ઘટના સ્થળે તૈનાત કરવામાં આવ્યા હતાં. પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે ઘણી ટીમો ટાવરના ઉપરના માળ સુધી પહોંચી શકી ન હતી. અંદરનું તાપમાન એટલું ખરાબ હતું કે અગ્નિશામકોને વારંવાર પાછા ફરવું પડ્યું. ઘણાં લોકો તેમના ઘરોમાં ફસાયેલા રહ્યા, ભીના કપડા અને ટેપથી દરવાજા અને બારીઓ બંધ અને સીલ કરવાની સૂચના આપવામાં આવી.
તાઈ પો જિલ્લામાં આવેલી આ આગ લગભગ ૧૬ કલાકથી લાગી રહી છે, અને અગ્નિશામકો સૌથી વધુ અસરગ્રસ્ત ત્રણ ટાવર પર તેમના પ્રયાસો કેન્દ્રિત કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, અન્ય ચાર ઈમારતોમાં લાગેલી આગ કાબૂમાં આવી ગઈ છે, જો કે તે સંપૂર્ણપણે બૂજાઈ નથી. આગ આટલી ઝડપથી કેવી રીતે ફેલાઈ તે અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
સીએનએન અનુસાર ફાયર સર્વિસીસના ડિરેક્ટર એન્ડી યંગે જણાવ્યું હતું કે, ક્રૂએ પોલિસ્ટરીન બોર્ડથી ઢંકાયેલી ઘણી ઈમારતોની બારીઓ જોઈ, જેને તેમણે ખૂબ જ અસામાન્ય ગણાવી. તેમણે કહ્યું કે આ પોલિસ્ટરીના બોર્ડ ખૂબ જ જવલનશીલ છે અને આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ છે.
હોંગકોંગના ચીફ એક્ઝિક્યુટિવ જોન લીએ જણાવ્યું હતું કે, શહેરના હાઉસીંગ ઓથોરિટી એ પણ તપાસ કરશે કે નવીનિકરણ દરમિયાન ઈમારતો પર લગાવવામાં આવેલા રક્ષણાત્મક સ્તરો પૂરતા પ્રમાણમાં આગ-પ્રતિરોધક હતાં કે નહીં. તેમણે કહ્યું, અમે કાયદા અને નિયમો અનુસાર તેમને જવાબદાર ઠેરવીશું.
બુધવારે વાંગ ફુક કોર્ટમાં લાગેલી ભીષણ આગ પછી આજે સવારે તાઈ પો જિલ્લામાં હવામાં ધૂમાડાની ગંધ અને કડવાશ હજુ પણ સ્પષ્ટ હતી. વિસ્તારના લોકો કામ અને શાળા માટે નીકળી ગયા છે, પરંતુ અગ્નિશામકો હજુ પણ ઘણાં એકમોમાં બાકીની આગને ઓલવવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઓછામાં ઓછી ત્રણ ઈમારતોમાંથી ધૂમાડો દેખાઈ રહ્યો છે, અને સમગ્ર હાઉસીંગ કોમ્પલેક્સને વ્યાપક નુક્સાન થયું છે. બારીઓ, એસી યુનિટ અને સમગ્ર વાંસના સ્કેફોલ્ડિંગનો નાશ થયો છે. હોંગકોંગ હોસ્પિટલ ઓથોરિટીના જણાવ્યા અનુસાર આજે સવારે ૮ વાગ્યા સુધીમાં ૬૬ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી ૧૭ ની હાલત ખૂબ જ ગંભીર છે અને ર૪ ગંભીર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial