માર્કેટ સ્કેન

નિફ્ટી ફ્યુચર ૧૧૨૦૨ પોઇન્ટ ઉપર તેજી તરફી ધ્યાન !!!

સેન્સેક્સ ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૩૭૬૬૩.૩૩  સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૭૯૪૬.૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને  ૩૭૭૫૫.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં  તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ ૨૨૧.૬૨ પોઈન્ટ ની મુવમેન્ટ  નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૬૧.૧૭ પોઈન્ટના ઉછાળા સાથે  ૩૭૯૨૪.૫૦ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૧૧૮.૦૦  સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૧૧૪૦.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને  ૧૧૧૨૦.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત  શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ ૭૭.૪૫ પોઈન્ટ ની  મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૧.૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૧૮૯.૦૦ પોઈન્ટ  આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીયે તો

દેશભરમાં સારા વરસાદના પોઝિટીવ પરિબળે અર્થતંત્રને આગામી દિવસોમાં વેગ  મળવાની અપેક્ષા અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ધિરાણ નીતિ સમીક્ષા પૂર્વે સપ્તાહના  ચોથા દિવસે ભારતીય શેરબજારની ટ્રેડિંગની શરૂઆત તેજી સાથે થઈ હતી. રિઝર્વ બેન્ક  ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટિની મંગળવારથી શરૂ થયેલી નાણાં નીતિની  ત્રણ દિવસની સમીક્ષા બેઠકના અંતે આજે કમિટિ રેપો રેટમાં ઘટાડો જાહેર કરે છે કે તે  હાલના સ્તરે જાળવી રાખે છે તેના પર ભારતીય શેરબજારની નજર રહેલી છે. કોમોડીટી  સેક્ટર સંદર્ભે અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોમાં નવેસરથી સ્ટીમ્યુલ્સ જાહેર થવાની  ગણતરીએ સોનાચાંદીમાં તેજી આગળ વધી હતી. સોનામાં વિશ્વ સ્તરે તથા ઘરઆંગણે  નવ ા વિક્રમી ભાવ જોવા મળ્યા છે જ્યારે ચાંદી પણ ઓલટાઈમ હાઈની નજીક પહોંચી  છે. બૈરૂતમાં બ્લાસ્ટને પગલે ક્રુડ તેલનો પૂરવઠો ખોરવાવાના ભયે ક્રુડ તેલના ભાવમાં  ત્રણ ટકા જેટલો વધારો જોવાયો હતો, જ્યારે ડોલરમાં નબળાઈ જોવા મળી હતી. વિશ્વ  બજારમાં કોમેક્સ ગોલ્ડના ભાવ ૨૦૪૪ ડોલર સાથે નવા વિક્રમી ટોચે પહોંચ્યા હતા.  અમેરિકા તથા અન્ય દેશો નવા સ્ટીમ્યુલ્સ જાહેર કરવાની તૈયારીમાં છે જેને કારણે પેપર  કરન્સીનો પૂરવઠો વધતા સોનામાં લેવાલી નીકળી છે, તેમજ ડોલર ઈન્ડેકસ ઘટવાને  કારણે પણ સોનામાં લેવાલી રહી છે. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૦% અને  સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૪% વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની  વાત કરી એ તો બીએસઈ પર આજે માત્ર ટેલિકોમ અને ઓટો શેરોમાં વેચવાલી જોવા  મળી હતી, જ્યારે અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ વધીને કારોબાર કરી રહ્યા હતા.  ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૧.૩૯% ના  વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસએન્ડપી ૫૦૦ ૦.૬૪% અને નેસ્ડેક ૦.૫૨%  વધીને સેટલ થયા હતા.

બીએસઈમાં સવારે ૧૧ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૨૬૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા  ૭૩૩ અને વધનારની સંખ્યા ૧૪૦૨ રહી હતી, ૧૨૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ  જોવાયો ન હતો. જ્યારે ૧૨૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે  ૨૪૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત  રુખ

ભારત ફોર્જ લિ. (૪૦૩) ઃ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ  હાલમાં રૂ.૩૮૮ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૩૬૦ ના સ્ટોપલોસથી  ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૪૧૪ થી રૂ.૪૨૨ સુધી તેજી તરફી  ધ્યાન...!!!

કેડિલા હેલ્થકેર (૩૯૩) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૂ.૩૮૩ આસપાસ પોઝિટિવ  બ્રેકઆઉટ..!!! રૂ.૩૭૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૪૦૪ થી રૂ.૪૧૪  નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!!

ટાટા કેમિકલ (૨૯૮) ઃ રૂ.૨૮૮ નો પ્રથમ તેમજ રૂ.૨૮૦ ના બીજા સપોર્ટથી  કોમોડિટી કેમિકલ સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૩૦૮ થી રૂ.૩૧૩ સુધીની તેજી તરફી  રુખ નોંધાવશે.

પેટ્રોનેટ એલએનજી લિ. (૨૫૦) ઃ ઓઇલ માર્કેટિંગ અને ડિસ્ટ્રિબ્યુશન સેક્ટરનો આ  સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૫૭ થી રૂ.૨૬૩ ના ભાવની સંભાવના ધરાવે છે.!!  અંદાજીત રૂ.૨૩૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો....!!!

પાવર ગ્રીડ કોર્પોરેશન (૧૭૫) ઃ રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ  સ્ટોક રૂ.૧૭૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઇલેક્ટ્રિક યુટિલિટીઝ સેક્ટરના  આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૮૨ થી રૂ.૧૮૮ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ....!!!

બજારની ભાવિ દિશા....

મિત્રો, રિઝર્વ બેંકની નીતિ સમીક્ષા બેઠકની ૩ દિવસની બેઠકના  પરિણામોની ઘોષણા  આજ રોજ કરવામાં આવશે તેથી તેના પર ભારતીય શેરબજારની નજર રહેશે. કોરોનાની  અસરને કારણે મંદીમાં ગરકાવ કરી ગયેલા અર્થતંત્રને બહાર કાઢવા તથા ઉદ્યોગો અને  બેન્કો દ્વારા લોનના વન ટાઈમ રિસ્ટ્રકચરિંગની થઈ રહેલી માગના મુદ્દે તથા મોરેટોરિઅમ  સંદર્ભમાં એમપીસી કેવો અભિગમ અપનાવે છે તે જોવાનું રહેશે. રેપો રેટ હાલમાં ૪% છે.  આ અગાઉ માર્ચ તથા મે માસમાં એમપીસીની મળેલી તાકીદની બેઠકમાં રેપો રેટમાં  ૧૧૫ બેઝિસ પોઈન્ટસનો ઘટાડો કરાયો હતો. વર્ષ ૨૦૧૯ના ફેબ્રુઆરીથી અત્યાર  સુધીમાં રિઝર્વ બેન્કે દ્વારા વ્યાજ દરમાં કુલ ૨૫૦ બેઝિસ પોઈન્ટસનો ઘટાડો કર્યો છે.   આ ઘટાડાની દેશના અર્થતંત્ર તથા ધિરાણ ઉપાડ પર કેવી અસર પડી છે તેની પણ  બેઠકમાં સમીક્ષા કરાશે. જુલાઈના ઉત્પાદન  તથા સેવા ક્ષેત્રના પીએમઆઈને પણ  ધ્યાનમાં લેવાશે. છેલ્લામાં છેલ્લા આંકડા પ્રમાણે જુનનો રિટેલ ફુગાવો ૬.૦૯% રહ્યો  હતો. જુલાઈના ફુગાવાની જાહેરાત ૧૨ ઓગસ્ટના રોજ થનાર છે. મહામારી તથા  લોકડાઉનને કારણે અર્થતંત્ર પર પડેલી અસરમાંથી દેશને બહાર કાઢવા રિઝર્વ બેન્ક  છેલ્લા ચાર મહિનાથી સતત પગલાં હાથ ધરી રહી છે.

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit