Advertisement
Author: નોબત સમાચાર

સેવા ક્ષેત્રમાં તેજી, નિકાસમાં નોંધ૫ાત્ર વૃદ્ધિ અને મજબૂત વિકાસના કારણે ભારતની ઈકોનોમી શ્રેષ્ઠઃ આઈએમએફ

આંતરરાષ્ટ્રીય માનવ સંસ્થાના પ્રવક્તા જુલી કોઝાકે કર્યા વખાણઃ 'ટોક ઓફ ધ નેશન'

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૧: આઈએમએના પ્રવક્તા જુલી કોઝાકે જણાવ્યું છે કે, ભારત વિશ્વનું ગ્રોથ એન્જીન છેફ ક્રૂડનો ભડકો બેઅસર છે. ૭.૮ ટકા જીડીપી ગ્રોથ અપેક્ષા કરતા ઘણો વધુ છે. સર્વિસ સેક્ટર અને નિકાસે ઈકોનોમી ગતિ આપી છે. તેમ જણાવી તેણીએ ભારતીય અર્થતંત્રની પ્રગતિની મુક્તકંઠે પ્રશંસા કરી છે.

વિશ્વભરના મુખ્ય અર્થતંત્રો હાલમાં મંદીનો સામનો કરી રહ્યા છે. આવા વાતાવરણમાં ભારતે ફરી એકવાર તેની આર્થિક તાકાત દર્શાવી છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ભારતનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર ૭.૮ ટકા હતો. આ આંકડો માત્ર અપેક્ષાઓ કરતા વધુ જ નહીં, પરંતુ વિશ્વના અગ્રણી આર્થિક નિષ્ણાતોને પણ આશ્ચર્યચકિત કરી દીધા છે.

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઈએમએફ) એ ભારતના પ્રભાવશાળી પ્રદર્શનની ખુલ્લેઆમ પ્રશંસા કરી  છે. આઈએમએફ સ્પષ્ટપણે માને છે કે ભારતીય અર્થતંત્ર વિશ્વમાં સૌથી ઝડપી ગતિએ વિકાસ કરી રહ્યું છે. આ ઉછાળો એવા સમયે આવ્યો છે જ્યારે ઘણાં મોટા દેશો મંદીના ભયથી ડરી  રહ્યા છે.

આઈએમએફ પ્રવક્તા જુલી કોઝાકે ભારતના ઝડપી વિકાસના કારણો વિગતવાર સમજાવ્યા. કોઝાકના મતે આ મજબૂત ઉયછાળા પાછળનું સૌથી મોટું કારણ સેવા ક્ષેત્રમાં તેજી છે. વધુમાં ભારતીય નિકાસમાં નોંધપાત્ર વધારો નોંધવામાં આવ્યો છે. મજબૂત સ્થાનિક બજાર, મજબૂત વૈશ્વિક માંગ સાથે ભારતના વિકાસને વેગ આપ્યો છે. સેવા ક્ષેત્ર દેશના એકંદર અર્થતંત્રમાં સૌથી મોટો હિસ્સો આપવાનું ચાલુ રાખે છે. આ આંકડા દર્શાવે છે કે ભારતનું માળખાગત બાંધકામ યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે. આ વૃદ્ધિ આઈએમએફ સ્ટાફના અંદાજ અને અન્ય નિરીક્ષકોના સર્વસંમતિ અંદાજ બન્ને કરતા વધી ગઈ છે. મતલબ કે, તે સમયગાળા દરમિયાન ભારતે આર્થિક રીતે અપેક્ષા કરતા વધુ સારૂ પ્રદર્શન કર્યું હતું. આ આંકડો વૈશ્વિક ઊર્જા ભાવ આંચકા છતાં ભારતીય અર્થતંત્રની મજબૂતાઈ દર્શાવે છે.

જુલી કોઝાકે જણાવ્યું હતું કે બીજા ક્વાર્ટરમાં આ સકારાત્મક આંકડો સેવા ક્ષેત્ર અને નિકાસમાં અપેક્ષા કરતા વધુ સારી પ્રવૃત્તિને કારણે હતો. આ ક્ષેત્રોમાં અપેક્ષા કરતા વધુ મજબૂત કામગીરીએ આર્થિક વિકાસને વેગ આપવામાં ભૂમિકા ભજવી હતી. આ પ્રદર્શનને માત્ર મજબૂત જીડીપી આંકડા તરીકે જ નહીં, પણ બાહ્ય દબાણ છતાં ભારતીય અર્થતંત્રે તેની ગતિ જાળવી રાખી છે તે સંકેત તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.

આઈએમએફ એ વધતી ઊર્જા અને ક્રૂડ ઓઈલના ભાવોની અસર અંગે પણ ચેતવણી વ્યક્ત કરી છે. કોઝાકે સમજાવ્યું કે જ્યારે ઊર્જા અથવા ક્રૂડ ઓઈલના ભાવ વધે છે, ત્યારે ઊર્જા આયાત કરનારા દેશોના ચૂકવણી સંતુલન પર દબાણ આવી શકે છે, જે સંભવિત રીતે તેમની નાણાકીય સ્થિતિનેે અસર કરી શકે છે. આઈએમએફ ભારત પર આ આંચકાની અસર પર પણ નજર રાખી રહ્યું છે. આ વધારો ઊર્જા આયતકારોના ચૂકવણી સંતુલન પર દબાણ લાવી શકે છે અને તેમની નાણાકીય સ્થિતિને અસર કરી શકે છે. ભારતમાં ઊર્જા ભાવનો આંચકો એવા સમયે આવે છે જ્યારે દેશ પહેલા કરતા વધુ મજબૂત આર્થિક સ્થિતિમાં છે.

હાલમાં ભારત પર તેલના ભાવમાં વધારો થવાની અસર પર નજર રાખી રહ્યું છે અને ઓક્ટોબરમાં નવા આર્થિક અંદાજો જાહેર કરશે. જુલી કોઝાકના મતે ભારતે અત્યાર સુધી ઊર્જા ભાવના આંચકાઓ પ્રત્યે નોંધપાત્ર સ્થિતિસ્થાપક્તા દર્શાવી છે.

જુલી કોઝાકે જણાવ્યું હતું કે આઈએમએફ ઓક્ટોબરમાં ભારત માટે તેના નવા આર્થિક અંદાજો જાહેર કરશે. હાલમાં સંગઠન તેલના ભાવમાં વધારો થવાની ભારત પર થતી અસર પર નજર રાખી રહ્યું છે.

જો કે અત્યાર સુધીના તેના પ્રદર્શનના આધારે તજજ્ઞોનો અંદાજ છે કે ભારતે ઊર્જા ભાવના આંચકાનો સામનો ખૂબ જ મજબૂત રીતે કર્યો છે. તેમણે  એમ પણ કહ્યું કે ભારત વૈશ્વિક આર્થિક વિકાસનું મુખ્ય એન્જિન રહ્યું છે.

ઈરાન યુદ્ધ પછી વૈશ્વિક અર્થતંત્રે ઊર્જા, ફૂગાવા અને પુરવઠા શ્રૃંખલા સંબંધિત પડકારોનો સામનો કરવો પડ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટમાં સંઘર્ષ અને વિક્ષેપથી તેલ અને ગેસ પૂરવઠા પર અરસ પડી, જેના કારણે ઊર્જાના ભાવ પર દબાણ વધ્યું. તજજ્ઞો અનુસાર લાંબા સમય સુધી ઊંચી ઊર્જા કિંમતો ફૂગાવામાં વધારો થવાનું અને વૈશ્વિક આર્થિક વિકાસ પર અસર થવાનું જોખમ ઊભું કરે છે. આવી સ્થિતિમાં ભારતનો ૭.૮ ટકાનો વિકાસ દર અને આઈએમએફ તેને અપેક્ષા કરતા વધુ સારૂ પ્રદર્શન કહે છે, તે ખાસ મહત્ત્વનું છે.

આઈએમએફના આ તારણોને કેન્દ્રમાં રાખીને આ મુદ્દો દેશમાં વિવિધ ક્ષેત્રે પ્રત્યાઘાતો પડી રહ્યા હોવાથી આ વિષય ટોક ઓફ ધ નેશન બન્યો છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh