બ્રિક્સ માટે ભારતને સમર્થનઃ જિનપિંગનો ભારત પ્રવાસ સંભવઃ ચીની વિદેશ મંત્રાલય

ચીનના તેવર બદલાયાઃ હવે ફરી દોસ્તીનો દંભ?

બેઈજીંગ તા. ર૩ઃ સરહદે તનાતની પછી હવે ચીનના તેવર બદલાઈ રહ્યા હોય તેવું નિવેદન ચીનના વિદેશ મંત્રાલયે આપ્યું છે. શ્રી જિનપિંગ ભારતનો પ્રવાસ કરશે તેવા સંકેતો પણ મળી રહ્યા છે.

ભારત-ચીન સરહદે લગભગ ૧૧ મહિનાથી તંગદિલી છે. પહેલા પેંગોંગ ઝીલ અને હવે અન્ય જગ્યાઓએ ડિસઈંગેજમેન્ટના રિપોર્ટની વચ્ચે ચીનના તેવર બદલાયા છે. તેમની વાતોમાં હવે સહયોગ અને માનવતા જેવા શબ્દો આવી રહ્યા છે.

સોમવારે ચીને ભારતના બ્રિક્સ સંમેલનનું સમર્થન કર્યું અને કહ્યું કે, તે ભારત અને અન્ય સભ્ય દેશોની સાથે મળીને અનેક ક્ષેત્રોમાં સહયોગ મજબૂત કરવા ઈચ્છે છે. આવનારા કેટલાક મહિનામાં કોરોના મહામારીની સ્થિતિ કાબૂમાં રહેશે તો ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત આવી શકે છે. જો તેઓ અહીં આવે છે તો પીએમ મોદી સાથે તેમની મુલાકાત શક્ય છે.

ચીની વિદેશ મંત્રાલયે સોમવારે એક જાહેરાતમાં કહ્યું કે, ચીન બ્રિક્સને ખૂબ જ મહત્ત્વ આપે છે અને તેના માટે રણનીતિ સાઝેદારીને વધારવાના પક્ષમાં છે. ચીને એમ પણ કહ્યું કે તે બ્રિક્સ દેશોની વચ્ચે એકજુટતા અને સહયોગને મજબૂત કરવા ઈચ્છે છે. સીમા પર જે સ્થિતિ છે તેની સંમેલન પર અસર પડશે કે નહીં. આ સવાલના જવાબમાં ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું છે કે, ભારતના આ વર્ષે બ્રિક્સ સંમેલનનું આયોજનનું ચીને સમર્થન કર્યું છે. ભારત અને અન્ય બ્રિક્સ દેશોની સાથે અનેક ક્ષેત્રોમાં સંવાદ અને સહયોગ વધારવા ઈચ્છે છે. અર્થવ્યવસ્થા, રાજનીતિ અને માનવતાને લઈને વાંગે કહ્યું કે બ્રિક્સ વૈશ્વિક પ્રભાવવાળા નવા બજાર દેશો અને વિકાસશીલ દેશના સહયોગન તંત્ર છે. આ સાથે કેટલાક સમયથી બ્રિક્સ દેશોની એક્તા વધી છે, વ્યવહારિક સહયોગ સુમેળભર્યો થયો છે અને પ્રભાવ પણ વધી રહ્યો છે.

હવે આ આંતરરાષ્ટ્રીય બાબતોમાં એક સકારાત્મક, સ્થિર અને રચનાત્મક શક્તિ બન્યું છે. ભારતને આ વર્ષે બ્રિક્સની અધ્યક્ષતા મળી છે અને આ સંમેલન તે આયોજિત કરશે. ૧૯ ફેબ્રુઆરીએ વિદેશમંત્રી એસ જયશંકરે દિલ્હીના સુષ્મા સ્વરાજ ભવનમાં બ્રિક્સ ર૦ર૧ ની વેબસાઈટ લોન્ચ કરી હતી. ચીને બ્રિક્સ દેશોના સંમેલનને એવા સમયે કર્યું છે જ્યારે સીમા પર તેમની સેના પગ પાછા લઈ રહી છે. બન્ને દેશોના સૈન્ય કમાન્ડર્સ પણ કરાર અનુસાર બોર્ડર પર તણાવ પહેલાની સ્થિતિને પરત લાવવાની કોશિશ કરી રહ્યા છે. ચીનના આ પગલાંને ભારત સાવધાની સાથે જોઈ રહ્યું છે. તેની અસર વ્યાપારિક અને રાજનીતિ પર પણ થઈ રહી છે.

close
Ank Bandh 29 March
close
PPE Kit