Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિવાદન કાર્યક્રમ દરમિયાન ગુજરાતીની આગવી ઓળખ અને સાંસ્કૃતિક ઝલક જોવા મળી હતી. ગુજરાતમાં ગુજરાતી સંસ્કૃતિની ઝલક ન જોવા મળે તો શું કામનું? તેવી લાગણીને સાકાર કરતો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા. પ્રખ્યાત રાસ મંડળી દ્વારા પરંપરાગત રાસ અને ગરબાની રંગતભરી રજૂઆત કરવામાં આવી હતી. સ્ટેજ પર કલાકારો પરંપરાગત ગુજરાતી પહેરવેશમાં સજ્જ થઈ ઢોલ અને તાલના સંગાથે રાસ રમતા જોવા મળ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સ્થળે ગુજરાતની લોકસંસ્કૃતિનો જીવંત માહોલ સર્જાયો હતો. રાસ મંડળીની કલાકારોએ ઉત્સાહ અને ઉમંગ સાથે રજૂઆત કરતા ઉપસ્થિત લોકો પણ તાલીઓના ગડગડાટ સાથે તેમને વધાવી રહૃાા હતા. પરંપરાગત સંગીત, રંગબેરંગી પહેરવેશ અને લોકનૃત્યના સમન્વયથી સમગ્ર વાતાવરણ ઉત્સવી બની ગયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial