Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩: જામનગરમાં કેન્સર કેર કાઉન્સિલ દ્વારા દર વર્ષની માફક તા. ૩૧ મી મે ના 'નો ટોબેકે ડે' નિમિત્તે વિવિધ સ્થોળએ વ્યસન મુક્તિ જનજાગૃતિ અભિયાનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ જાહેેર જનતાને તમાકુ, માવો, મસાલો, દારૂ, સિગારેટ જેવા વ્યસનોથી દૂર રહેવા, જાગૃતિ લાવવાનો હતો. આ કાર્યક્રમમાં નાટકો, પ્રાસંગિક પ્રવચનો, પોસ્ટર, પ્રદર્શન દ્વારા જુદા જુદા સ્થળોએ કાર્યક્રમ કરવામાં આવ્યા હતાં, જેમાં લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.
આ કાર્યક્રમમાં કેન્સર કેર કાઉન્સિલના પ્રમુખ વિઠ્ઠલભાઈ ધોળકિયા દ્વારા પ્રાસંગિક પ્રવચનમાં જણાવેલ કેે વ્યસનો દ્વારા આજનું યુવાધન લૂંટાઈ રહ્યું છે, અને પરિવારો બરબાદ થઈ રહ્યા છે. કેન્સર પણ દિવસે દિવસે વધતુ જાય છે. એક વ્યક્તિને વ્ય્સન મુક્તિ કરશું એ પુણ્યનું કામ ને સમાજ સેવા છે, જેથી યુવા વર્ગ તેમજ અન્ય નાગરિકોએ વ્યસનનો ત્યાગ કરવા સેવાયજ્ઞમાં જોડવા લોકોને અનુરોધ કર્યો હતો.
પોસ્ટર પ્રદર્શન દરમિયાન નવયુક્ત મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી, દંડક પ્રવિણાબેન રૂપડિયા, શાસક પક્ષના નેતા અમરભાઈ મોદી, યોગ કોચ હર્ષિતાબેન મહેતા, યોગ ટ્રેનર સોનલબેન ચૌહાણ, કૃપાબેન કાનાણી, ભાવનાબેન જોષી, ઉષાબેન ગાંધી, શારદાબેન ભૂવા પટેલ, મીતાબન દોશી, નયનાબેન ચુડાસમા, ડો. કલોલા, નુપાબેન મકવાણા વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial