નવી દિલ્હી તા. ૧૯ઃ એન.જી.ટી.એ. દિલ્હી સરકારને પ્રદુષણ મુદ્દે ફટકાર લગાવી છે. દિલ્હી સરકારે પ્રદુષણ ફેલાવતા માત્ર નવ હજાર ઉદ્યોગો સામે જ પગલા લીધા છે, જ્યારે બીજા આ પ્રકારના બાવીસ હજાર ઉદ્યોગો સામે કેમ કદમ ઉઠાવ્યા નહીં, તેમ જણાવીને દિલ્હીના ચીફ સેક્રેટરી પાસેથી રિપોર્ટ માંગ્યો છે.
સંસદમાં પ્રદુષણ મુદ્દે ચર્ચા
સંસદમાં પણ પ્રદુષણના મુદ્દે આજે ચર્ચા થઈ રહી છે. આજે લોકસભામાં આ મુદ્દે ચર્ચા થયા પછી તા. ર૧મી ના દિવસે રાજયસભામાં પણ આ મુદ્દે ચર્ચા થવાની છે, ત્યારે વિપક્ષો દિલ્હી સરકાર અને રાજ્ય સરકાર પર તડાપીટ બોલાવી રહ્યાં છે.