Advertisement
Author: નોબત સમાચાર

દાગીના ધોઈ દેવાનું કહી સોનું સેરવતી ગેંગના ચાર પરપ્રાંતીય શખ્સ પકડાયા

એલસીબીએ રૂ।.૮૯ હજારનો મુદ્દામાલ કબજે કર્યાે:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: કલ્યાણપુરના લાંબા તથા રાવલ ગામમાં કેટલીક મહિલાઓને સોના-ચાંદીના દાગીના, મૂર્તિ ધોઈ આપવાનું કહી છેતરપિંડી કરી જતી ગેંગના ચાર શખ્સને એલસીબીએ દબોચી લીધા છે. રૂ।.૮૯ હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં પહોંચેલી એક ટોળકી ઘરમાં એકલા રહેલા મહિલાઓને વિશ્વાસમાં લઈ મૂર્તિઓ, એસીડ સહિતના પદાર્થથી ધોઈ ચમકાવી દઈ સોનુ ચોરી જતી હોવાની ઉઠેલી બૂમ વચ્ચે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી.

કલ્યાણપુરના લાંબા અને રાવલ પંથકમાં આ રીતે સોના-ચાંદીના દાગીનામાંથી સોનુ કાઢી લેવાતું હોવાની વિગતો પોલીસ સમક્ષ આવી હતી જેની તપાસ એલસીબી દ્વારા હાથ ધરાઈ હતી. જેમાં ખંભાળિયાના મિલન ચાર રસ્તા પાસે ચાર શખ્સ મળી આવ્યા હતા. મૂળ બિહારના સુબોધસિંગ હીયાલલસિંગ, વિકાસ બિન્દેશ્વરપ્રસાદ ઠાકુર, સંતોષકુમાર સુબોધ પ્રતાપસિંગ, અનિરૂદ્ધ દિનેશ ભોજલ નામના આ ચાર શખ્સની તલાશી લેવાતા સોના-ચાંદીના ઢાળ, બાઈક, મોબાઈલ તેમજ છેતરપિંડીમાં ઉપયોગમાં લેવાતા એસીડ, ફિનાઈલ, બ્રશ, પાવડર, હળદર, ફટકડી વગેરે મળી આવ્યા હતા. આ શખ્સોએ દાગીના સાફ કરવા બહાને છેતરપિંડી કરી હોવાનું કબૂલ્યું છે. રૂ।.૮૯ હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh