Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ પીછેહઠ કોના માટે ફટકો ?
નવી દિલ્હી/ગાંધીનગર તા. ૧૧: ગુજરાતમાં સહકારી ક્ષેત્રે તાજેતરની કેટલીક નાની નાની ચૂંટણીઓમાં ભાજપને ફટકો પડી રહ્યો છે, જેથી કદાચ ઉચ્ચ નેતાગીરીના પેટમાં ફાળ પડી હશેે કે આ પીછેહઠ અમંગળના એંધાણ તો નથી ને? આ નાની નાની હાર અને ભાજપમાં રહેલા દિગ્ગજોના જ ઈશારે થતો વિદ્રોહ તથા બળવાખોર ઉમેદવારની જીત ક્યાંક આઈસબર્ગની જેમ આવી રહેલા મોટા નુક્સાનના એંધાણ તો નથી ને? તેવી ચર્ચા ગુજરાતના સહકારી ક્ષેત્રમાં થઈ રહી છે અને તેના કડવા પડઘા છેક દિલ્હી સુધી પડી રહ્યા છે, કારણ કે સહકાર ક્ષેત્રને ગુજરાતમોડલ આધારીત રાષ્ટ્રવ્યાપી બનાવ્યા પછી આ ક્ષેત્રનું રાષ્ટ્રીય કક્ષાનું નેતૃત્વ પણ ટોચના ગુજરાતી નેતાઓ માટે પણ પ્રતિષ્ઠાનો પ્રશ્ન ગણાવાઈ રહ્યો છે.
રાજકોટ લોધિકા ખરીદ-વેંચાણ સહકારી સંઘની ચૂંટણીમાં જયેશ રાદડિયાના જુથનો ભવ્ય વિજય અને કોરાટ જુથને ઝટકો લાગ્યા પછી બન્ને જુથ ભાજપના હોવાથી આંતરિક ખટરાગ સપાટી પર આવ્યા પછી ધાનેરા એપીએમીમાં ભાજપના સ્થાનિક દિગ્ગજોને ઝટકો લાગ્યો હોવાના અહેવાલો તથા ઈડર એપીએમસીમાં ભાજપના મેન્ડેટ છતાં પ્રતિસ્પર્ધી 'ખેડૂત એક્તા પેનલ'નો વિજય સહકારી ક્ષેત્રે ભાજપના પરોઠના પગલાં દર્શાવે છે. તે ઉપરાંત મોરબી માર્કેટીંગ યાર્ડમાં પરાજય તથા બારડોલીમાં સુમુલડેરી-જિલ્લા સહકારી ક્ષેત્રની ચૂંટણી મોકુફ રહી,તે ભાજપના વળતા પાણીના એંધાણ ગણાવાઈ રહ્યા છે. અત્યારે જ્યારે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય કક્ષાએ સહકારી પ્રવૃત્તિઓને વેગ આપવા અલાયદુ મંત્રાલય દિગ્ગજ નેતા અમિતભાઈ શાહને સોંપ્યું છે, ત્યારે આ પરિણામો ભાજપ તથા તેની ઉચ્ચ નેતાગીરી માટે ઊંડા આત્મમંથનનો સમય છે, જ્યારે વિજેતા બળવાખોરો પણ ભાજપના જ હોવાથી વિપક્ષોએ પણ બહુ હરખાવા જેવું નથી...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial