ભૂતકાળમાં ભિવંડીના ભાષણમાં સંઘ પર ગાંધી હત્યાનો આરોપ મૂક્યો હતોઃ
મુંબઈ તા. ર૩ઃ પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સામે આર.એસ.એસ. વિરૃદ્ધ ભાષણ દરમિયાન સંઘની બદનક્ષીનો આરોપ મૂકાયો હતો. આ કેસમાં રાહુલ ગાંધીને ૧પ મી મે સુધીની મુદ્ત મળતા રાહત થઈ છે.
રાહુલે ર૦૧૪ માં થાણેમાં એક ભાષણમાં મહાત્મા ગાંધીની હત્યાની પાછળ આર.એસ.એસ.નો હાથ ગણાવ્યો હતો. આના પર આર.એસ.એસ.ના સ્થાનિય પદાધિકારી રાજેશ કુંતેએ રાહુલની વિરૃદ્ધ માનહાનિનો કેસ દાખલ કરાવ્યો હતો. મેજિસ્ટ્રેટ જેવી પાલીવાલની સામે શનિવારે સુનવણી દરમિયાન રાહુલના વકીલ નારાયણે ઐય્યરે જણાવ્યું કોવિડ-૧૯ પ્રતિબંધોના ચાલતા કોંગ્રેસના નેતા પ્રવાસ નહીં કરી શકે. જેથી તેમને સુનવણીમાંથી છૂટ આપવામાં આવે. ેજના પર કોર્ટે તેમને છૂટની પરવાનગી આપી દીધી છે. ત્યારે કુંતેના વકીલ પીપી જયવંતે સાક્ષ્યના રૃપમાં પ્રસ્તુત કરવામાં આવેલા દસ્તાવેજોને પરવાનગી આપવાથી સંબંધિત આ મામલામાં બોમ્બે હાઈકોર્ટના દાખલ એક અરજીના હવાલો આપતા મોહલતની માંગ કરી છે. જો કે, મેજિસ્ટ્રેટે કહ્યું કે, હાઈકોર્ટે નીચલી અદાલતની સામે કાર્યવાહી પર પ્રતિબંધ લગાવવાનો આદેશ નથી આપ્યો. જયવંતે મોહલતની માંગ કરી જેને કોર્ટે સ્વીકારી લીધી છે. કોર્ટે ૧પ મે સુધી સુનવણીને સ્થગિત કરતા ફરિયાદીને એ જ દિવસે નિવેદન દાખલ કરાવવાનો આદેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે પોતાના સાંસદીય વિસ્તાર વાયનાડનો પ્રવાસે પહોંચ્યા છે. અહીં રાહુલ ગાંધી ટ્રેક્ટર રેલીમાં ભાગ લેવા ગયા છે. રવિવારે ગાંધી કાલીકર એરપોર્ટ પહોંચ્યા હતાં. કેરળની આગામી વિધાનસભા ચૂંટણીને ધયાનમાં રાખીને રાહુલનો આ પ્રવાસ ઘણો મહત્ત્વનો છે.